માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ દ્વારા “પુસ્તકોનાં પોંખણાં સંગ કવિ સંમેલન” કાર્યક્રમ યોજાયો
(અજય ચૌહાણ)
સાક્ષરભૂમિ બોટાદના આંગણે માતૃભાષાનાં સંવર્ધન હેતુ કાર્યરત માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ દ્વારા સંચાલિત 'સૂર,શબ્દ અને સાહિત્યની અમૃતધારા" અંતર્ગત સ્વનામ ધન્ય કવિ શ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ બોટાદના આંગણે તારીખ: ૨૫/૧૨/૨૦૨૪ સાંજે ૦૪/૦૦ કલાકે તુષાર વ્યાસ લિખિત પુસ્તકોનાં તેમના ગુરુ પી.આર.ભટ્ટ દ્વારા પોંખણાં કરવામાં આવ્યાં. અધ્યક્ષપદે કૉલેજના આચાર્ય ડૉ.અનિરુદ્ધસિંહ મકવાણા રહ્યાં હતા.માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદનાં સંવાહક પ્રા.વૈશાલીબહેન દવેએ કેન્દ્રનો પરિચય અને કાર્યપદ્ધતિ સાથે સૌને આવકાર્યા હતા. બોટાદના ખ્યાતનામ શિક્ષણવિદ્દ, બાળસાહિત્યકાર રત્નાકર નાંગર તથા જાણીતા વાર્તાકાર, લેખક નરેન્દ્રભાઈ જોષીએ પુસ્તક સમીક્ષા કરી હતી.બીજી બેઠકમાં ગુજરાતી ભાષાનાં ખ્યાતનામ કવિઓ સ્નેહી પરમાર, હરજીવન દાફડા,વિશાલ જોષી, અગન રાજ્યગુરુ, યોગેશ પંડ્યા, આનંદ ગઢવી દ્વારા ગીત,ગઝલ અને કવિતાની મોજ કરાવી. ભાવેશભાઈ પરમારએ આભારવિધિ અને લાલજીભાઈ પારેખ તથા ગૌરાંગભાઈ લવિંગીયાએ સંચાલનનો દોર સંભાળ્યો હતો. કાર્યક્રમમાં માતૃભાષા શિક્ષણ કેન્દ્રનાં સભ્યો, કૉલેજ પરિવાર, આમંત્રિત મહેમાનો અને બોટાદનાં સાહિત્યપ્રેમીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.