અભણ દાદા-દાદીના સ્મરણાર્થે પૌત્ર જયભાઈ કાથરોટીયાએ મૂકબધીર શાળાને અર્પણ કરી દાદા-દાદી ટેકનીકલ લેબ.. - At This Time

અભણ દાદા-દાદીના સ્મરણાર્થે પૌત્ર જયભાઈ કાથરોટીયાએ મૂકબધીર શાળાને અર્પણ કરી દાદા-દાદી ટેકનીકલ લેબ..


અભણ દાદા-દાદીના સ્મરણાર્થે પૌત્ર જયભાઈ કાથરોટીયાએ મૂકબધીર શાળાને અર્પણ કરી દાદા-દાદી ટેકનીકલ લેબ..

અન્નદાન થી પણ ચડિયાતું વિદ્યાદાન અન્ન ક્ષણિક તૃપ્ત કરે છે વિદ્યા જીવન તૃપ્ત કરે છે 

અમરેલી કલામ કેમ્પસના ડાયરેક્ટર જયભાઈ કાથરોટીયા દ્વારા એમના જન્મદિવસ નિમિત્તે બહેરા મૂંગા સ્કૂલ ખાતે એમના દાદા-દાદીની યાદમાં ટેકનીકલ લેબ બનાવવામાં આવી. આ લેબની અંદર વિધાર્થીઓ રોબોટીકસ ઈલેકટ્રોનીકસ તેમજ થ્રીડી પ્રિન્ટીંગ જેવી અનેક સ્કીલ શીખી શકશે.
આજે ૮૦થી વધુ બહેરા મૂંગા વિધાર્થીઓ માટે આ લેબ વરદાનરૂપ સાબિત થઈ હતી.વિધાર્થીઓ આ લેબના માધ્યમથી સર્કિટ તેમજ અનેક પ્રકારના નમૂના બનાવવા માટે સંસ્થાનો સહયોગ મેળવી મુક બધીર બાળકોને ભવિષ્યમાં સ્વનિર્ભર કરવાના માટે ભાવી આયોજન કરવામાં આવ્યું હતું.

જય કાથરોટીયા ના જન્મ દિવસ નિમિત્તે અને આ સેવાકાર્ય કરતા ટ્ર્સ્ટની પચ્ચીસ વર્ષની ઉજવણી ની પૂર્વસંધ્યાએ મુક બધીર બાળકોના સહયોગ કરવાં માટે જય કાથરોટીયાએ એમના દાદા ડુંગરભાઈ અને બા લાભુબેનના સ્મરણાર્થે વિશેષ જરૂરીઆત ધરાવતા બાળકોને ભવિષ્યમાં સક્ષમ કરવા એક વિશેષ શરૂઆત કરી હતી.આ લેબ થકી મૂકબધીર બાળકો વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે જાગૃત થશે.
આ લેબ માટે વિશેષ પ્રયત્નો સાથે જયભાઈના મિત્ર અને ઈલેકટ્રીક મોલના માલિક કલ્પેશભાઈ સરધારા આ બાળકોને રોજગારી મળી રહે તે માટે વિશેષ પ્લેટફોર્મ આપશે અને એક વર્ષની અંદર ૬ લાખથી વધારેનું આર્થિક ઉપાર્જન આ લેબના માધ્યમથી વિધાર્થીઓ જાતે સ્વરોજગારીથી કરી શકે તેવું વિશેષ પ્લેટફોર્મ કલ્પેશભાઈ દ્વારા ગોઠવવામાં આવ્યું છે.
આ ઉપરાંત ટીકરિંગ ઈન્ડિયાના ફાઉન્ડર ધ્રુવભાઈ સૈડવા બાળકોને રોબોટિક્સ અને થ્રીડી પ્રિન્ટીંગ જેવી અવનવી ટેક્નોલોજીથી મૂકબધીર બાળકોને માહિતગાર કરશે.
"અન્નદાન થી પણ ચડિયાતું વિદ્યા દાન અન્ન ક્ષણિક તૃપ્ત કરે છે વિદ્યા જીવન તૃપ્ત કરે છે"
ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી,લેબ થકી કરી સૌએ ઉજાણી,મૂકબધીરને મળી નવી વાણી,આ એક જન્મદિનની કહાની એવા મંત્ર સાથે જયભાઈએ આ જન્મદિવસની ઉજવણી કરી હતી આ સાથે જયભાઈએ જણાવ્યું હતું કે,
”યમરાજે આપણા મૃત્યુની તારીખ નક્કી કરી લીધી હોય અને યમરાજ જીવ લેવા આવતા હોય એ સમયે એમને ખબર પડે કે જયે આવતા જન્મદિવસનું કાંઇક પ્લાનીંગ કરી રાખેલ હશે તો એમને આયુષ્ય લંબાવવું પડે તેવા સત્કાર્યો સાથે જન્મદિવસ ઉજવવાનો આજીવન સંકલ્પ કરેલ છે.”

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.