સાવરકુંડલાથી રાજુલા સુધી ફોરર્ટ્રેક રોડ માટે 225 કરોડની સૈધાંતિક મંજૂરી*
*કામના કસબી કસવાળા અને સંવેદનશીલ સોલંકીની જહેમત લાવી રંગ*
*સાવરકુંડલાથી રાજુલા સુધી ફોરર્ટ્રેક રોડ માટે 225 કરોડની સૈધાંતિક મંજૂરી*
*સાવરકુંડલા, રાજુલા જાફરાબાદ પરિવહન વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વરસી પડ્યા*
*લોકોની સુખાકારી અને સગવડતા માટે મુખ્યમંત્રીશ્રીનો આભાર માનતા કસવાળા અને સોલંકી*
*બાઢડા-થોરડી-રાજુલા ફોરર્ટ્રેક માર્ગ માટે 225 કરોડની ફાળવણી*
*પીપાવાવ પોર્ટથી વાયા અમરેલી થઈ ગાંધીનગર સુધી ફોરર્ટ્રેક માર્ગ માટે ધારાસભ્ય કસવાલાએ કરી મજબુત માંગ*
*અમરેલી જિલ્લાની ચારેય બાજુ ફોરર્ટ્રેક નેટવર્કનું સ્વપ્ન સાકાર કરવા સાંસદ સહિત તમામ ધારાસભ્યો કટિબદ્ધ*
રાજકીય નેતાઓ નામના નહિ પણ કામના કારગત નીવડે ત્યારે જ વિકાસનો પર્યાય શકય બને છે ને હંમેશા હોદ્દા માટે નહિ પણ ગ્રામીણ ગામડા સાથે શહેરની સુખાકારી અને ગામનો વિકાસનું લક્ષ લઈને રાજકારણ કરતા બે બે ધારાસભ્યોની આગવી કોઠાસૂઝને કારણે સાવરકુંડલાથી જાફરાબાદ વિસ્તારના પરિવહનની સગવડતા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 225 કરોડની ફાળવણી થતા રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઇ સોલંકી અને સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઇ કસવાળાની જહેમત રંગ લાવી છે. સાવરકુંડલાથી છેક જાફરાબાદ સુધીના માર્ગો પર તૌબા પોકારી ઉઠે તે પ્રકારના સ્ટેટ હાઈવેના માર્ગોથી વાહનચાલકો પારાવાર પરેશાની ભોગવી રહ્યા હતા ત્યારે પ્રજાના પ્રતિનિધિ બનીને લોકોની સુખાકારી અને સગવડતાઓ સરકારશ્રી માંથી મળી રહે તેવા ઉમદા હેતુને સાર્થક કરવા હંમેશા કમર કસતા રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઇ સોલંકી અને સાવરકુંડલા લીલિયા બેઠકના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા સાવરકુંડલા થી છેક જાફરાબાદ સુધીમાં બાઢડા, થોરડી, રાજુલા સુધી ફોરર્ટ્રેક માર્ગની માંગણી પર રાજ્યની સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંજૂરીની મહોર મારી ને 225 કરોડ જેવી માતબર રકમની સૈધાંતિક મંજૂરી મેળવતા બન્ને વિધાનસભા બેઠકના લોકોમાં ખુશીઓ જોવા મળી રહી છે જ્યારે સૌથી વિકસિત ગણાતા પીપાવાવ પોર્ટથી વાયા અમરેલી થઈને ગાંધીનગર સુધી ફોરર્ટ્રેક રોડ બને તે માટે બન્ને ધારાસભ્યોએ વિધાનસભાના ફ્લોર પરથી પણ માંગણી કરી છે ત્યારે નામના નહિ પણ કામના કહેવાતા કસવાળા સંગાથે કોહિનૂર હીરાની માફક હંમેશા ચમકતા હીરાભાઇ સોલંકીની દીર્ઘ દર્ષ્ટીને આભારી હોવાનું આ સ્ટેટ હાઈવેના ખેડૂતો કહી રહ્યા છે તેવું સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી.હીરપરા એ અખબારી યાદીમાં જણાવ્યું છે.
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.