જામનગર દશેરા નિમિત્તે પ્રદર્શન મેદાનમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું દહન કરવામાં આવશે.
નવરાત્રીની ધાર્મિક માહોલમાં ઉજવણી કરાયા બાદ જામનગરમાં થતી વિજયા દશમીની ઉજવણી ખૂબ પ્રખ્યાત છે. આજે દશેરા નિમિત્તે જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં સિંધી સમાજ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે. જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સમાજના આગેવાનો અને આયોજનોએ સ્થળની મુલાકાત કરી વ્યવસ્થા નિહાળી હતી.
જામનગરના પ્રદર્શન મેદાનમાં આજે શનિવારે વિજયાદશમી નિમિત્તે સાંજે રાવણ દહન કરવામાં આવશે. જામનગરમાં સિંધી સમાજ દ્વારા લગભગ 70 વર્ષથી આ રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આયોજક અને સિંધી સમાજના ચેરમેન પરમાનંદ ખટ્ટરના જણાવાય અનુસાર વડીલો દ્વારા આ પરંપરા ની શરૂઆત કરવામાં આવી હતી જેને અમે નવી પેઢી એ પણ અકબંધ રાખી છે. પરંપરા અનુસાર યોજાતા કાર્યક્રમ નિહાળવા માટે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં માનવ મેદની ઉમટી પડે છે. દશેરા નિમિત્તે સાંજે પ્રદર્શન મેદાનમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું દહન કરવામાં આવશે. રાવણની 45 40 અને 35 ફૂટની પ્રતિમા બનાવવામાં આવી છે. યુવાનોની 20 દિવસની જબરી મહેનત બાદ તૈયારીઓ સંપન્ન થઈ છે. પ્રદર્શન ગ્રાઉન્ડમાં ક્રેઈન જેવા હેવી મશીનથી રાવણના પૂતળાં ઊભા કરાયા છે. જ્યાં આજે સાંજે કાર્યક્રમ યોજાશે ત્યારે આયોજકોએ પ્રદર્શન ગ્રાઉન્ડની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિ જાણી હતી.
8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.