રાજ્યકક્ષાએ બોટાદ જળકિયું ૨૨ મેડલ, બોટાદના યુવા કરાટેકાની ઐતિહાસિક જીત
(ચૌહાણ અજય દ્વારા)
કૌશલ્ય અને સમર્પણના પ્રભાવશાળી પ્રદર્શનમાં બોટાદ શહેરના યુવા કરાટેકાઓએ નિહોર શોતો કાન કરાટે એસોસિએશન દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં ટોચનું સન્માન મેળવીને ઈતિહાસ રચ્યો છે. આ કાર્યક્રમ ૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ શનિવારે આણંદમાં પ્રતિષ્ઠિત યુગપુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કાતા અને કુમીતે (ફાઇટ ) એમ બે સ્પર્ધા યોજાઈજેમાં ૨ ગોલ્ડ મેડલ ૧૦ સિલ્વર મેડલ ૧૦ મેડલ એમ ટોટલ 22 મેડલ મળ્યા- જીતેલ ખેલાડીઓ ના નામ
(૧) દેઢિયા અલિશા પંકજભાઈ -૨૦ વર્ષ અને ૫૫ થી ૬૦ કિલો વજન શ્રેણી ફાઇટ માં પ્રથમ અને કાતા માં દ્વિતીય નંબર પર એમ ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ ૨ મેડલ વિજેતા
(૨)જાનકાર સ્નેહલ ભગવાનભાઈ -૧૪ વર્ષ અને ૫૫ થી ૬૦ કિલો વજન શ્રેણી ફાઇટ માં પ્રથમ ગોલ્ડ મેડલ વિજેતા (૩) બારૈયા દર્શના મુન્નાભાઈ -૧૨ વર્ષ અને ૩૦ થી ૩૫ કિલો વજન શ્રેણી ફાઇટ માં દ્વિતીય સિલ્વર મેડલ વિજેતા (૪) વડીયા આઈશા આસિફભાઇ -૧૧ વર્ષ અને ૨૫ થી ૩૦ કિલો વજન શ્રેણી ફાઇટ માં તૃતીય બ્રોન્ડ મેડલ વિજેતા (૫) પરમાર રીંકલ મનહરભાઈ -૧૪ વર્ષ અને ૪૫ થી ૫૫ કિલો વજન શ્રેણી ફાઇટ માં તૃતીય બ્રોન્ઝ મેડલ વિજેતા (૬) જમોડ અંકિતા મહેશભાઈ -૧૦ વર્ષ અને ૨૦ થી ૨૫ કિલો વજન શ્રેણી ફાઇટ માં તૃતીય બ્રોન્ઝ મેડલ વિજેતા (૭) ગાબાણી અંશુમાન જશવંત સિંહ-૧૨ વર્ષ અને ૩૦ થી ૩૫ કિલો વજન શ્રેણી ફાઇટ માં પ્રથમ ગોલ્ડ મેડલ વિજેતા (૮) ધાટલિયા કરણ કિશોરભાઈ-૧૨ વર્ષ અને ૨૫ થી ૩૦ કિલો વજન શ્રેણી ફાઇટ માં તૃતીય બ્રોન્ઝ મેડલ વિજેતા (૯) જોષી હેમાંગ રિતેશભાઈ -૧૨ વર્ષ અને ૪૫ થી ૫૦ કિલો વજન શ્રેણી ફાઇટ માં દ્વિતીય સિલ્વર મેડલ વિજેતા (૧૦) પરમાર તનવીર વિપુલભાઈ -૧૨ વર્ષ અને ૩૫ થી ૪૦ કિલો વજન શ્રેણી ફાઇટ માં દ્વિતીય સિલ્વર મેડલ વિજેતા (૧૧) વોરા પ્રાંશુ રાકેશભાઈ -૧૨ વર્ષ અને ૩૦ થી ૩૫ કિલો વજન શ્રેણી ફાઇટ માં દ્વિતીય સિલ્વર મેડલ વિજેતા (૧૨) જાદવ હર્ષત સુધીરભાઈ -૧૦ વર્ષ અને ૩૫ થી ૪૦ કિલો વજન શ્રેણી ફાઇટ માં દ્વિતીય સિલ્વર મેડલ વિજેત (૧૩) મારી કૃષ્ણદીપ સહદેવ સિંહ -૧૧ વર્ષ અને ૨૫ થી ૩૦ કિલો વજન શ્રેણી ફાઇટ માં દ્વિતીય સિલ્વર મેડલ વિજેતા (૧૪) પલાણીયા સૂર્યદીપ ઘનશ્યામભાઈ -૧૩ વર્ષ અને ૪૫ થી ૫૦ કિલો વજન શ્રેણી ફાઇટ માં દ્વિતીય સિલ્વર મેડલ વિજેતા (૧૫) બરંડા અનવેશ ભરતભાઈ -૧૦ વર્ષ અને ૨૦ થી ૨૫ કિલો વજન શ્રેણી ફાઇટ માં દ્વિતીય સિલ્વર મેડલ વિજેતા(૧૬) હળવદિયા હાર્દિક દેવરાજભાઈ -૧૦ વર્ષ અને ૨૫ થી ૩૦ કિલો વજન શ્રેણી ફાઇટ માં તૃતીય બ્રોન્ઝ મેડલ વિજેતા (૧૭) મહેતા ઉદય કાનાભાઈ -૧૧ વર્ષ અને ૩૫ થી ૪૦ કિલો વજન શ્રેણી ફાઇટ માં તૃતીય બ્રોન્ઝ મેડલ વિજેતા (૧૮) શેખ આફ્રિદી તોસીફ ભાઈ -૧૨ વર્ષ અને ૨૫ થી ૩૦ કિલો વજન શ્રેણી ફાઇટ માં તૃતીય બ્રોન્ઝ મેડલ વિજેતા (૧૯) શાહ પર્વ ઋષભભાઈ - ૮ વર્ષ અને ૨૦ થી ૨૫ કિલો વજન શ્રેણી ફાઇટ માં તૃતીય બ્રોન્ઝ મેડલ વિજેતા (૨૦) રાઠવા શિવમ સુરેશભાઈ -૧૦ વર્ષ અને ૨૦ થી ૨૫ કિલો વજન શ્રેણી ફાઇટ માં તૃતીય બ્રોન્ઝ મેડલ વિજેતા (૨૧) સડાણીયા ધ્રુવ નરેશભાઈ -૧૩ વર્ષ અને ૩૫ થી ૪૦ કિલો વજન શ્રેણી ફાઇટ માં તૃતીય બ્રોન્ઝ મેડલ વિજેતા. અત્યંત સ્પર્ધાત્મક કાતા અને કુમિતે (ફાઇટીંગ) ઇવેન્ટમાં મેડલ મેળવ્યા.
આ સિદ્ધિથી સમગ્ર બોટાદ શહેર ઉત્સાહિત છે, ધારાસભ્ય, સાંસદ અને અન્ય મહાનુભાવોએ વિજેતાઓ અને તેમના પરિવારોને અભિનંદન પાઠવ્યા છે. વિજેતાઓના પરિવારો ખૂબ જ ખુશ છે અને તેઓએ તેમના કોચ, શાળાના શિક્ષકો અને શહેરના સમર્થનનો આભાર વ્યક્ત કર્યો છે. "ઘર પરિવારને બાળકોની સિદ્ધિ પર અતિ ગર્વ છે," બાળક વાલીઓએ કહ્યું "તેમની મહેનત અને સમર્પણનું ફળ મળ્યું છે, અને અમે તેમના કોચ અને શિક્ષકોનો પૂરતો આભાર માની શકતા નથી."
આ સિદ્ધિ સમગ્ર શહેર માટે પ્રેરણારૂપ છે, અને તેનાથી અન્ય બાળકોને કરાટે માટે પ્રેરિત થવાની અપેક્ષા છે. "અમે આશા રાખીએ છીએ કે આ જીત વધુ બાળકોને રમતગમત પ્રત્યેના તેમના જુસ્સાને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરશે," [ રાઠોડ લાલજી જે ત્રણ ડીગ્રી બ્લેક બેલ્ટ છે આખા ઇન્ડિયા લેવલની રેફ્રિ જજ A ની પરીક્ષા પાસ કરેલી છે અને બોટાદ કરાટે એસોસિયેશનના પ્રમુખ ] બાળકો સખત મહેનત કરી અને આ લેવલ પર પહોંચ્યા છે અમુક બાળકો તો કરાટેમાં ૭'૮'૧૦ વર્ષથી કરાટે ની તાલીમ મેળ વી રહ્યા છે જે આ ઝળહળતું પરિણામ છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.