બાલાસિનોર સરોડામાં ઘરેલુ હિંસા અંગે મહિલાઓને જાગૃત કરાઈ
બાલાસિનોર સરોડા ગામમાં શ્રી વાડાસીનોર સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત એમએસડબલ્યુ કોલેજના પ્રો.તૃષાબેન. ડી. બારોટ જેમણે મહિલાઓને કાયદાકીય બાબતમાં જાગૃતિ લાવવા ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ની માહિતી આપી હતી. તથા 181 અભ્યમ અને સખીવનસ્ટોપ સેન્ટરની માહિતી પ્રો હર્ષદભાઈ. બી. સોલંકી દ્વારા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તલાટી બહેન, શિક્ષિકા બહેનો, ગામની બહેનો એ સારી સંખ્યામાં હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી વાડાસીનોર સ્ત્રી કેળવણી મંડળ msw કોલેજના સત્રાના વિધાર્થીઓ એ કર્યું હતું.ગ્રામજનો એ આ કાર્યક્રમને વધારે સફળ બનાવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.