હળવદ 765 કેવી લાકડીયા અમદાવાદ ટ્રાન્સમિશન લાઈન ના વાંધા રજૂઆત માટે બોલાવેલા ખેડૂતોને ધરમ ધક્કો - At This Time

હળવદ 765 કેવી લાકડીયા અમદાવાદ ટ્રાન્સમિશન લાઈન ના વાંધા રજૂઆત માટે બોલાવેલા ખેડૂતોને ધરમ ધક્કો


આ બાબતની ખેડૂતો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ભારત સરકારના જાહેર સાહસ પાવર ગ્રીડ દ્વારા 765 કેવી લાકડીયા અમદાવાદ ટ્રાન્સમિશન લાઈન નું બાંધકામ શરૂ કરવામાં આવનાર હોય હળવદ તાલુકાના આશરે 500 જેટલા ખેડૂતો ને હળવદ મામલતદાર કચેરી ખાતે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ આજની તારીખની નોટિસ આપી ખેડૂતોને વાંધા કે રજૂઆત હોય તો તે સાંભળવા માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબ આજે તાલુકા પંચાયતની ના કામ માટે બહાર હોવાથી ખેડૂતોને ધક્કો થયો હતો અને વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે અમારા કે કયા સર્વે નંબરમાંથી લાઈન પસાર થાય છે, કેટલું વળતર આપશે, જેવી કોઈપણ માહિતી અમને મળી નથી તેથી તે માહિતી આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી હતી.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.