લીલીયાના ભેંસવડી પ્રાથમિક શાળા માં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા - At This Time

લીલીયાના ભેંસવડી પ્રાથમિક શાળા માં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા


લીલીયા તાલુકાના ભેંસવડી ગામે
"હર ઘર તિરંગા" કાર્યક્રમ અંતર્ગત ભેંસવડી તા. લીલીયા ખાતે પ્રાથમિક શાળામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમ અંતર્ગત બાલવાટિકા તેમજ ધોરણ ૧ થી ૮ ના બાળકો એ વિવિધ પ્રવૃત્તિઓ કરેલ. પ્રવૃત્તિ દરમિયાન શ્રી ભનુભાઈ દુધાત ( મુંબઈ) નાઓએ શાળાની મુલાકાત લીધેલ. ભનુભાઈ દુધાત તથા શિવગીરી બાપુ (અમદાવાદ) અને લાલજીભાઈ ડોડીયા (મુંબઈ)ના સહયોગથી શાળાના તમામ બાળકોને નાસ્તા માટે લંચ બોક્સ (સ્ટીલ) અર્પણ કરવામાં આવેલ. આ તકે વિવિધ પ્રવૃત્તિઓ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં સ્વાગત આચાર્ય બીપીનભાઈ ભટ્ટ દ્વારા કરેલ.એસ.એમ.સી. તેમજ પંચાયતના સભ્યશ્રીઓ તથા સરપંચ ભરતભાઈ ઠુંમર આ કાર્યકમ માં હાજર રહેલ કાર્યક્રમને સફળ બનાવવા અશોકભાઈ મકવાણા, જનકભાઈ પટેલ, તથા કિંજલબેન સોજીત્રા તથા વિદ્યાર્થીઓએ મહેનત કરેલ. આભાર વિધિ શ્રી ગાયત્રીબેન દવે એ કરેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ જોષી એ કરેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.