મોરબી મચ્છુ-૨ ડેમ રીપેરીંગ અર્થે ખાલી કરવા અન્વયે વધુ ૩ દરવાજા ખોલાયા - At This Time

મોરબી મચ્છુ-૨ ડેમ રીપેરીંગ અર્થે ખાલી કરવા અન્વયે વધુ ૩ દરવાજા ખોલાયા


ડેમના રીપેરીંગ અન્વયે આયોજનબધ્ધ પ્રથમ બે દરવાજા બાદ વધુ ત્રણ દરવાજા ખોલાયા

મચ્છુ-૨ સિંચાઇ યોજનાના સેકશન અધિકારી દ્વારા હેઠવાસના ગામોને કરાયા સાવચેત

મોરબીના મચ્છુ-૨ ડેમના દરવાજા તથા અન્ય રીપેરીંગ કરવા માટે હાલ ડેમનું પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ત્યારે ડેમના પ્રથમ બે દરવાજા ખોલવામાં આવ્યા હતા જે વધારી બીજા ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. જે અનુસંધાને હેઠવાસના ગામોને તકેદારીના ભાગરૂપે મોરબી મચ્છુ-૨ ડેમ સિંચાઈ વિભાગ દ્વારા ચેતવણી સંદેશ આપવામાં આવેલ છે.

મોરબીમાં જોધપર(નદી) પાસે સ્થિત મચ્છુ-૨ સિંચાઈ વિભાગના સેકશન ઓફિસર બી.સી. પનારા દ્વારા યાદી પ્રસિદ્ધ કરી જણાવાયું હતું કે મચ્છુ-૨ ડેમના રીપેરિંગ તથા ગેટ બદલવાની કામગીરી માટે તા.૧૨મી મે ૨૦૨૪ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે ૨ દરવાજા ૨ ફુટ ખોલવામા આવેલ હતા. જેમાં રાત્રે ૧૦ વાગ્યે વધારો કરી ૫ દરવાજા ૨ ફૂટ ખોલવામાં આવશે. ત્યારે હાલમાં પાણીનો આઉટફ્લો ૧૩૦૮ કયુસેક છે, જેને વધારીને ૩૨૪૫ કયુસેક કરવામાં આવશે, આથી ડેમના નીચવાસના ગામો જેવા કે મોરબી તાલુકના,(૧)જોધપર (૨)લીલાપર (૩)ભડીયાદ (૪)ટીંબડી (૫)ધરમપુર (૬)રવાપર (૭)અમરેલી (૮)વનાળિયા (૯)ગોર ખીજડીયા (૧૦)માનસર (૧૧)નવા સાદુળકા (૧૨)જુના સાદુળકા (૧૩)રવાપર (૧૪)ગુંગણ (૧૫)નારણકા (૧૬)બહાદુરગઢ (૧૭)નવા નાગડાવાસ (૧૮)જુના નાગડાવાસ (૧૯)સોખડા (૨૦)અમરનગર (૨૧) મોરબી (૨૨) રવાપર નદિ (૨૩) વજેપર તેમજ માળીયા તાલુકાના (૧)વીરવદરકા (૨)દેરાળા (૩)નવાગામ (૪)મેધપર (૫)હરીપર (૬)મહેન્દ્રગઢ (૭)ફતેપર (૮)સોનગઢ (૯)માળિયા (મી) (૧૦) રાસંગપર (૧૧) ફાટસર ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા સાવચેત રહેવા સૂચના અપાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.