સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં તા.૧૪ મી સપ્ટેમ્બર રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું
*સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં તા.૧૪ મી સપ્ટેમ્બર રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું*
*સાબરકાંઠા જીલ્લામાં વર્ષ-૨૦૨૪ ની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ-૧૦૬૪૩ કેસોનો સમાધાનથી નિકાલ*
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, (NALSA)ના આદેશ અનુસાર સમગ્ર ભારતમાં તા.૧૪.૦૯.૨૦૨૪ વર્ષ-૨૦૨૪ની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષશ્રી અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશશ્રી કે.આર.રબારી તથા સચિવ શ્રી પી.કે.ગઢવી અધ્યક્ષતામાં સાબરકાંઠા જીલ્લામાં રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરાયું હતું. જેમાં સાબરકાંઠા જીલ્લામાં હિંમતનગર તથા તાલુકા કોર્ટના બાર એસોસિયેશનના પ્રમુખ શ્રી તેમજ વકીલશ્રીઓ, પક્ષકારો, અદાલતમાં ફરજ બજાવતા કર્મચારી મિત્રો સહભાગી થઈ ને લોકઅદાલતને સફળ બનાવવામાં આવી હતી.
સાબરકાંઠા જીલ્લામાં મોટર અકસ્માત વળતળના કેસોમાં કુલ-૩૩ કેસોનો સમાધાનથી નિકાલ કરીને રૂ.૧,૩૭,૫૯,૫૦૦/- નું વળતળ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો. તેમજ જીલ્લામાં કાર્યરત મેજીસ્ટ્રેટશ્રીઓ દ્વારા પેન્ડીંગ કેસો પૈકી લોક અદાલત અને સ્પેશિયલ સિટિંગ ના એમ કુલ-૪૦૩૧ કેસો, રકમ રૂ.૨૭,૨૫,૨૬,૧૮૮.૬૦ ના કેસોનું સમાધાનથી નિકાલ તેમજ ટ્રાફિક ઈ-ચલણ સહિત બેંક લેણાંના કેસો, વીજ બીલ, પાણી બીલ, વીજ ચોરી, રેવન્યુ, જેવા બીજા અન્ય પ્રિ-લિટીગેશન કેસોમાંથી કુલ-૬૬૧૨ કેસો, રકમ રૂ.૩,૬૨,૮૪,૪૨૩.૪૫ ના કેસોનું સુખદ સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો.એમ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા, હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.