પાસપોર્ટ માટે પોલીસ વેરીફીકેશન ની કાર્યપદ્ધતિ
(અસરફ જાંગડ દ્વારા)
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુ.રા. ગાંધીનગર નાઓની સુચના અન્વયે તથા આઇ.જી.પી. ગૌતમ પરમાર સાહેબ,ભાવનગર વિભાગ,ભાવનગર નાઓની સુચના મુજબ તથા બોટાદ પોલીસ વડા કે.એફ.બળોલીયા સાહેબ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પાસપોર્ટ માટે પોલીસ વેરીફીકેશનની કાર્યપદ્ધતિ વિશે સામાન્ય લોકોમાં જાગૃતિ આવે તે માટેની પોલીસ વેરીફીકેશનની કાર્યપદ્ધતિ નીચે મુજબ છે. જેની તમામ લોકોએ નોંધ લેવી.(૧) પાસપોર્ટ અરજદારોને વેરીફીકેશન પ્રક્રીયા સારૂ પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ આવવાની જરૂરીયાત રહેતી નથી,(૨) પાસપોર્ટ અરજદારોને વેરીફીકેશન સારૂ ફક્ત અરજદારની નાગરીકતા તેમજ અરજદારના ગુનાહિત પુર્વ ઈતિહાસની ચકાસણી કરવામાં આવે છે.(3) પોલીસ પાસપોર્ટ અરજદારોના સરનામાની ચકાસણી કરતી નથી. (૪) પોલીસ પાસપોર્ટ અરજદારોને રૂબરૂ બોલાવતી નથી કે અરજદારની સહી લેવામાં આવતી નથી.(૫) તેમ છતાં,જે કિસ્સામાં પોલીસને એવી જરૂરીયાત જણાય કે પાસપોર્ટ અરજદારોની વધુ ખરાઈ કરવાની આવશ્યકતા છે તેવા કિસ્સામાં જ પોલીસ અરજદારોના રહેણાંક સ્થળની મુલાકાત કરે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.