દહેગામ પશુપાલકો અને આમ આદમી પાર્ટી દ્વારા દહેગામ નું દૂધ ગાંધીનગર સંઘમાં સમાવેશ કરવામાં આવે તે માટે મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું
દહેગામ તાલુકાનું દૂધ ગાંધીનગર જિલ્લા સંઘમાં સમાવેશ કરવામાં આવે તે માટે પશુપાલકોએ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું. . . દહેગામ તાલુકાના પશુપાલકોને અમદાવાદ ની ઉત્તમડેરી માં દૂધ ના પોષણ ક્ષમ ભાવ ન મળવાના કારણે પશુપાલકો ને ખૂબ મોટા પ્રમાણે નુકસાન થઇ રહ્યું છે જેને કારણે આજે દહેગામ સેવા સદન ખાતે દહેગામ તાલુકા ના પશુપાલકો દ્વારા મામલદાર ને દહેગામ તાલુકાનું દૂધ ઉત્તમ ડેરીમાંથી બદલી ગાંધીનગર જીલ્લા સંઘ માં જાય તેવી માંગણી દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. , . .. આ આવેદન પત્ર છ મહિના પહેલા પણ પશુપાલકો દ્વારા આપવામાં આવ્યું હતું પરંતુ ચૂંટણી ને ધ્યાન માં લઇ તંત્ર કોઈ નિરાકરણ લાવી શકી નથી જયારે આજે પણ પશુપાલકો દ્વારા આવેદન પત્ર આપી જો આ બાબતે કોઈ નિરાકરણ નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. આ બાબતે દહેગામ પશુપાલકો તેમજ આમ આદમી પાર્ટી ના આગેવાનો ઘનશ્યામસિંહ ઝાલા, સુહાગભાઈ પંચાલ, રામજીભાઈ દેસાઈ, વિજેન્દ્રસિંહ, લાલશિંગ ચૌહાણ, રત્નાબેન ચૌહાણ હાજર રહીને મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.. . . . . રીપોર્ટર :મહેશસિંહ રાઠોડ દહેગામ ,
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.