શિહોર તાલુકાના ખાંભા ગામની વાડી વિસ્તારમાં ખુલ્લા કૂવામાં દીપડો ખબક્યો - At This Time

શિહોર તાલુકાના ખાંભા ગામની વાડી વિસ્તારમાં ખુલ્લા કૂવામાં દીપડો ખબક્યો


શિહોર તાલુકાના ખાંભા ગામે આવેલ રૂપાભાઈ જાદવની વાડીમાં ગઈ મોડી રાત્રીના સમયે કુવાની અંદર દીપડો પડ્યો હોવાની જાણકારી મળતા રૂપાભાઈ દ્વારા આંબા ગામના આગેવાન ઘનશ્યામભાઈ મોરી તેમજ કાળુભાઈ ચૌહાણને જાણ કરવામાં આવી હતી આ જાણ કરતા બંને આગેવાનો દ્વારા ફોરેસ્ટર વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે ફોરેસ્ટ વિભાગના R F O સોલંકી સાહેબ દ્વારા ફોરેસ્ટર વિક્રમભાઈ ડોડીયાને સૂચના આપવામાં આવી હતી કે શિહોર તાલુકાના ખાંભા ગામે વાડી વિસ્તારની અંદર કુવાની અંદર દીપડો પડ્યો છે તો આ બાબતે તાત્કાલિક ઘટના સ્થળે ફોરેસ્ટ વિભાગ પહોંચીને દીપડાને અંદરથી બહાર કાઢવા માટે રેસકયુ કરવામાં આવ્યું હતું ત્યારે શિહોર ફોરેસ્ટ વિભાગ તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ફોરેસ્ટરો અ સ્ટાફ ગણ વગેરે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ખેડૂતોમાં અને લોકોમાં કોઈ મોટી ઈજા દીપડો ન પહોંચાડે તે માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે દીપડાને તાત્કાલિક પાંજરાની અંદર પૂરી દેવામાં આવ્યો હતો અને કુવાની અંદરથી બહાર કાઢી અને રેસકયુ કરવામાં આવ્યું હતું અને આ દીપડાને હાલ અત્યારે તાત્કાલિક વડાલ ગામે મૂકવામાં આવશે તેવું ફોરેસ્ટ વિક્રમભાઈ ડોડીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે આ બાબતની જાણ થતાં ફોરેસ્ટ વિભાગના R F O સોલંકી સાહેબ વિક્રમભાઈ ડોડીયા ભરવાડ સાહેબ ફોરેસ્ટ વિભાગના સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.