ધંધુકાના ધારાસભ્ય એ ધોલેરા રોડ ઉપર રહી ઓવરલોડ ડમ્પર રોકી પોલીસ હવાલે કર્યા
ડમ્પરની ક્ષમતા 25 ટન, વજન ભયું 43 ટન : ધંધુકાના ધારાસભ્યે પોલ પકડી દંડ કરાવ્યો
અમદાવાદ જીલ્લા ના ધોલેરા પંથકમાં ઓવરલોડ દોડાવાતા ભારે વાહનો પ્રત્યે તંત્રના આંખ મિચામણાં.
અમદાવાદ જીલ્લા ના ધોલેરા પંથમા સરનો વિકાસ પુરજોશમા ચાલે છે તેના લીધે નવા રોડ રસ્તાઓ બનતાં હોવાથી રોડ ઉપર સતત ઓવરલોડ ભરેલા ડમ્પરો રોડ ઉપર ચાલી રહ્યા છે. જેને લઈને આ વિસ્તારના નવા બનેલા રોડ તુટી જવાની ફરિયાદને લઈ ખુદ ધારાસભ્ય રોડ ઉપર મા રહી આવા ઓવરલોડ ડમ્પર રોકી પોલીસ હવાલે કર્યા હતા. જેને લઈ દિવસ દરમિયાન ધોલેરા પોલીસે રોડ ઉપર પેટ્રોલિંગ ગોઠવતાં ડમ્પરો રોડ ઉપર નિકળતા બંધ થઈ ગયા હતા અને રોડ સુમસાન બની ગયા હતા.
ધોલેરા હાલમાં વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે. જેને લઈ શહેરમાં નવા રોડ રસ્તા અને નવી નવી કંપનીઓ આવી રહી છે. જેનુ ડેવલોપમેન્ટ થઈ રહ્યુ છે. ત્યારે ધોલેરા તાલુકાના અલગ અલગ ગામના રોડ
રસ્તા ઉપર ઓવરલોડ વજન ભરેલા ટ્રક અને ડમ્પરો ચાલતાં હોવાથી ગામડાના રોડ રસ્તા તુટી ગયા છે. જેને લઈ તા.14-7-23ના ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી તેમના મત વિસ્તાર ધોલેરાના પ્રવાસમા હતા. તે દરમિયાન મુંડી-ભાણગઢ રોડ ઉપર ઓવરલોડ 43 ટન વજન ભરીને ડમ્પર નિકળતાં ધારાસભ્યે આ ડમ્પર રોકી તપાસ કરતાં તેમા ક્ષમતા કરતા 18 ટન વધુ વજન ભર્યુ હતુ. તેથી તેને ધોલેરા પોલીસ હવાલે કર્યુ હતુ અને ધોલેરા પોલીસે આ ડમ્પર ચાલકને આરટીઓની રોયલ્ટી મેમો આપી ડમ્પર પોલીસ સ્ટેશને કબજે લીધુ હતુ. ત્યારબાદ ધોલેરા પોલીસે રોડ ઉપર દિવસ દરમિયાન પેટ્રોલિંગ કરતાં જેની જાણ ડમ્પર માલિકોને થતાં રોડ ઉપર ચાલતાં મોટા ભાગના ડમ્પરો ગાયબ થઈ ગયા હતા અને આ ધમધમતો રોડ શુમસામ બની ગયો હતો.
રીપોર્ટર : સી કે બારડ +917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.