આજે સિહોર નગરપાલિકાના નપાળિયા તંત્રને લડાયક યુવાન જયદીપ વાઘેલાએએક દિવસ પ્રતીક ધરણાઃ તંત્રમાં દોડધામ
સામાન્ય સુવિધાઓ માટે ઝઝૂમતા સિહોરના અનેક
વિસ્તારોમાં પાણી, નળ, ગટરની સમસ્યાના કારણે શહેરના લોકો
ત્રાહિમામ છે. રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ નો અભાવ અને
ઠેરઠેર જગ્યાએ ગંદકીના કારણે રોગચાળો બાબતે ધરણા યોજવામાં
આવ્યા હતા. સિહોર નગરપાલિકાના નપાળિયા તંત્રને લડાયક યુવાન
જયદીપ વાઘેલાએ પાણી બતાવી દીધું હતું. પ્રતીક ધરણાનું ગાંધીનું
શસ્ત્ર ઉગામતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. અહીં જયદીપ વાઘેલા
સહિત કોંગ્રેસના જયદીપસિંહ ગોહિલ, માવજીભાઈ સરવૈયા, અશોક
મામસી, સહિત કોળી સમાજના યુવાનો ધરણામાં જોડાયા હતા.
સિહોર નગરપાલિકા એટલી બધી હદે નિષ્ફળતા નીવડી રહી છે કે
લોકોને અનેક સમસ્યાઓ માટે રજૂઆત કરવા છતાં પણ તેનું નિરાકરણ
લાવવામાં સંગ્રહ પણે નિષ્ફળ રહે છે. જનતા નગરપાલિકા તંત્ર થી
ત્રાહિમામ પોકારી ઊઠી છે. શહેરમાં અનેક વિસ્તારોમાં પાણીની
સમસ્યા સાફ-સફાઈ તેમજ સ્ટ્રીટ લાઇટો અને જે સરકારી સુવિધાઓ
મળવી જોઈએ તે પણ પૂરી પાડવામાં નગરપાલિકા પણે નિષ્ફળ રહી છે
ત્યારે જ્યારે ગાંધીજી નાની મોટી વાતોને લઈ અને લડત આપતા હતા તે
વાતોને લઈ અને આજે જનતાને પણ લડત લડવાનો સમય આવ્યો છે.
ત્યારે અનેક સમસ્યાઓથી ઘેરાયેલા વોર્ડ ૭ ના યુવા આગેવાન જયદીપ
વાઘેલા નગરપાલિકા કચેરીની બહાર પ્રાથમિક સુવિધા પાણી અને રોડ
રસ્તાઓ જે બિમાર બન્યા છે જેને લઇ અને આજે એક દિવસના
ઉપવાસ આંદોલન કરતા તંત્રમાં દોડધામ મચી હતી. જોકે તંત્રએ
નિરાકરણ માટેની હૈયાધારણા આપી મામલો થાળે પાડ્યો હતો.રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.