બોટાદમાં તળાવ પાસે ઝુંપડામાં આગ લાગતા ત્રણ ઝુંપડા બળીને ખાખ - At This Time

બોટાદમાં તળાવ પાસે ઝુંપડામાં આગ લાગતા ત્રણ ઝુંપડા બળીને ખાખ


બોટાદમાં તળાવ પાસે ઝુંપડામાં આગ લાગતા ત્રણ ઝુંપડા બળીને ખાખ

બોટાદના કૃષ્ણસાગર તળાવ પાસે બોટાદ નગરપાલિકા કુવા પાસે ઝુંપડામાં આગ લાગતા ત્રણ ઝુંપડા બળી ને ખાખ થઈ ગયા હતા.જાણવા મળતી માહિતી મુજબ બોટાદ શહેરમાં ડોર ટુ ડોર કચરો લેવા માટે આવતા વાહનોના ડ્રાઈવરોના પરિવાર તળાવ પાસે આવેલ નગરપાલિકાના કુવા પાસે ઝૂંપડા બનાવી વસવાટ કરે ત્યારે બપોરે એક કલાકની આસપાસ શોર્ટ શર્કિટના લીધે એક ઝુંપડામાં આગ લાગતા જોત જોતામાં ત્રણ ઝુંપડા બળીને ખાખ થઈ ગયા બનાવની જાણ ફાયર બ્રિગેડના રાજુભાઈ ધાધલને કરતા તાત્કાલિક ઋતુરાજસિંહ પઢીયાર,અજયભાઈ,અશોકભાઈ સહીત ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી સદનસીબે આગ લાગી ત્યારે અંદર કોઈ હાજર ન હતું જેના કારણે મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી.

તસ્વીર ધવલ ગાબુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.