સ્થાવર/જંગમ મિલકતના ફેરફાર રીપોર્ટ ભરવાના બાકી હોય તેવા ટ્રસ્ટો માટે જોગ
(અસરફ જાંગડ દ્વારા)
જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, બોટાદ પ્રદેશ- બોટાદ હેઠળ નોંધાયેલા ટ્રસ્ટ તથા ટ્રસ્ટીઓને સૂચના આપવામાં આવે છે કે, જે ટ્રસ્ટો સ્થાવર અને જંગમ મિલકત ધરાવતા હોય અને જે ટ્રસ્ટોને સ્થાવર/જંગમ મિલકતના ફેરફાર રીપોર્ટ ભરવાના બાકી હોય તેવા ટ્રસ્ટોએ આધાર પુરવા સાથે સ્થાવર/જંગમ મિલકતના ફેરફાર રિપોર્ટ જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી-બોટાદ સમક્ષ તા.૨૨/૧૧/૨૦૨૪ સુધીમાં દાખલ કરવા અંગે જાહેર સુચના આપવામાં આવે છે. જે ટ્રસ્ટો સ્થાવર/જંગમ મિલ્કત ધરાવતા હોય અને નોટીસમાં જણાવેલ તારીખ સુધીમાં ફેરફાર રિપોર્ટ દાખલ કરવામાં કસૂર કરશે તેઓ વિરૂદ્ધ યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામ ટ્રસ્ટો અને ટ્રસ્ટીઓએ ગંભીરતાપૂર્વક નોંધ મદદનીશ ચેરિટી કમિશનર બોટાદ પ્રદેશ દ્વારા જણાવવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
