પશ્ચિમ રેલવેએ ગાંધીનગર 2024માં આઈપીડબ્લ્યુઇ ના બે દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનું સફળતાપૂર્વક આયોજન કર્યું
(રિપોર્ટ અસરફ જાંગડ દ્વારા)
ઈન્સ્ટિટ્યુશન ઓફ પરમેનન્ટ વે એન્જિનિયર્સ (આઈપીડબ્લ્યુઇ) 2024 ના આંતરરાષ્ટ્રીય સેમિનારનો બીજો અને અંતિમ દિવસ ગુજરાત ના ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર સ્થિત કન્વેન્શન સેન્ટરમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.Aa દિવસે, કાર્યક્રમના મુખ્ય અતિથિ, રેલવે બોર્ડ ના સભ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર અનિલ કુમાર ખંડેલવાલે તકનીકી સત્રોમાં ભાગ લીધો હતો જેમાં રેલવે એન્જિનિયરિંગના સૌથી સુસંગત વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.ચર્ચાના વિષયો ઝડપી બાંધકામ પદ્ધતિઓના અમલીકરણથી લઈને સેક્શનલ ગતિને 160 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધારવા માટે વક્રને ફરીથી ગોઠવવા સુધીના હતા. ખંડેલવાલે રેલવે ના યુવા અધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો અને તેમને પોતાનામાં દ્રઢ વિશ્વાસ રાખવા અને વ્યાપક ટેકનિકલ અને વ્યવસ્થાપક કૌશલ્યની જરૂર હોય તેવા તમામ પડકારોનો ઉકેલ લાવવા માટે તૈયાર રહેવાની પ્રેરણા આપી. તેમણે તમામ અધિકારીઓ સાથે ઓપન સેશન પણ યોજ્યું હતું, જેમાં વિવિધ નીતિ વિષયક બાબતોની ચર્ચા કરવામાં આવી હતી અને અનેક સંબંધિત મુદ્દાઓ માટે ભાવિ માર્ગ નકશા પર ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.