રૂ.2 કરોડ આપીને મહાપાલિકાસદભાવના ટ્રસ્ટ પાસેથી વૃક્ષારોપણની ‘સેવા’ કરાવશે
ભાજપના જ કોર્પોરેટરે વૃક્ષારોપણની ટેન્ડર પ્રક્રિયામાં રાખવામાં આવેલી ક્ષતિ સામે સવાલ ઉઠાવ્યા
મહાનગરપાલિકાની શનિવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ, જુદા-જુદા મેઇન્ટેનન્સના કામ, ગાર્ડન, પેવિંગ બ્લોક સહિત 50.47 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી, જોકે 2 કરોડના વૃક્ષારોપણના સદભાવના ટ્રસ્ટને આપવામાં આવેલા કામો અને તે માટે ટેન્ડર પ્રક્રિયામાં રાખવામાં આવેલી ક્ષતિઓને ભાજપના જ કોર્પોરેટર શુક્લએ ઉજાગર કરી કેટલાક સવાલો ઉઠાવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.