જનસેવા સદન કચેરી ઓ મેવાસદન કચેરી ઓ બની રહી છે કોઈ નું કોઈ સાંભળતું નથી એ ખોટું સાંભળે છે બધા પણ હપ્તા માટે મોંન ધારણ કરવું જરૂરી સરકાર સારી હોવા નો ભર હવે ભાંગી રહ્યો છે - At This Time

જનસેવા સદન કચેરી ઓ મેવાસદન કચેરી ઓ બની રહી છે કોઈ નું કોઈ સાંભળતું નથી એ ખોટું સાંભળે છે બધા પણ હપ્તા માટે મોંન ધારણ કરવું જરૂરી સરકાર સારી હોવા નો ભર હવે ભાંગી રહ્યો છે


જનસેવા સદન કચેરી ઓ મેવાસદન કચેરી ઓ બની રહી છે

કોઈ નું કોઈ સાંભળતું નથી એ ખોટું સાંભળે છે બધા પણ હપ્તા માટે મોંન ધારણ કરવું જરૂરી

સરકાર સારી હોવા નો ભર હવે ભાંગી રહ્યો છે

સરકાર સારી હોવા નો ભ્રમ ધીમે ધીમે હવે ભાંગી રહ્યો છે દિનપ્રતિ દિન બનતી ઘટના ઓ હવે સામાન્ય ગણાવા લાગી છે કરોડો નું ડ્રગ્સ રેઢું મળવું એ અસરજ નથી ? વારંવાર ડ્રગ્સ ના પેક્ટ મળવા ૧૪૦૦ કિમિ નો વિશાળ દરિયાકાંઠો રેઢો કેમ ? પાંચ કિલો અન્ન પુરવઠો લાભાર્થી વ્યક્તિ ને ફાળવવા જો હયાતી ખરાઈ કરી વિતરણ કરી શકાતો હોય તો સરકારી ગ્રાન્ટ માં કેટલી ખરાઈ થતી હશે ? તેમ છતાં બનાવટી પાણી પુરવઠા કચેરી ને કરોડો ની ગ્રાન્ટ કેમ ફાળવી દેવાય હશે ? જનસેવા સદન કચેરી ઓ જન સેવા મટી મેવાસદન કચેરી ઓ બની રહી છે તેવા વિપક્ષ ના આક્ષેપો તો ઠીક હવે શાસક પક્ષ પણ કહેવા લાગ્યું છે કોઈ નું કોઈ સાંભળતું નથી તાજેતર માં જિલ્લા કલેકટર કચેરી માં ગુજરાત સરકાર માં પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય એ કલેકટર કચેરી માંજ ધારણ ઉપર બેચી જેવું પડે ? શાસક પક્ષ ના ધારાસભ્ય એ સંકલન માં મુકેલા પ્રશ્ને કેસો ચાલતા નથી અને ચાલે તો વહીવટી તંત્ર અમલ કરતું નથી સરકર નું તંત્ર ઉપર કોઈ નિયંત્રણ નથી ? શુ અધિકારી રાજ આવી ગયું છે ? કાયદો વ્યવસ્થા ની સ્થિતિ સંપૂર્ણ બગડી ગઈ છે ગુજરાત ના અસંખ્ય તાલુકા ઓમાં પોલીસે કરવાનું કામ સ્થાનિક નેતા ઓ જનતા રેડ કરાય રહી છે તેથી પુરવાર થાય છે કે તંત્ર કોઈ નું સાંભળતું નથી નકલી ખાદ્ય દ્રવ્યો નકલી બિયારણો નકલી નોટ નકલી કચેરી ઓ નકલી અધિકારી ઓ નકલી પી એ નકલી પોલીસ નકલી આર ઓ ઓ અધિકારી નકલી સ્કૂલો નકલી ડોક્ટરો નકલી દવા ઓ સહિત નકલી નો એટલો બધો વાયરો ચાલી રહ્યો છે છતાં ભરોસા ની સરકાર કેમ ? મૃદુ મક્કમ અને સંવેદનશીલ નું સ્લોગન માત્ર રહ્યું છે ગુજરાત માં વિકલાંગતા ના સર્ટી ઉપર આઈ એ એસ ની સર્વિસ પણ મેળવી લેવાય હોવા ની તપાસ વેગ માં અરુણાચલ પાસે ચીન વિશાળ ડેમ નિર્માણ કરી રહ્યું છે ફેશ ની સુરક્ષા નો સૌથી મોટો ખતરો હોવા ની દહેશત વ્યક્ત કરતા ધારાસભ્ય ઈરિંગ ની વાત વ્યાજબી છે નવસારી પાણી પુરવઠા નું કરોડો નું કૌભાંડ માત્ર નમૂનો છે કોન્ટ્રાક્ટરો અને પાણી પુરવઠા નો ભ્રષ્ટાચાર કાંઈ નવી વાત નથી પણ તપાસ કરે કોણ ? રાજ્ય માં હજારો મંદિરો ને નોટિસો સામે હિન્દૂ સંગઠનો દ્વારા પ્રચંડ વિરોધ રાજકોટ ગેમઝોન માં માત્ર અધિકારી એજ બધા નિર્ણયો બોર્ડ ને વિશ્વાસ માં લીધા વગર જેતે મંજૂરી ઓ આપી હશે ? આમાં લોકલ ચૂંટાયેલ બોર્ડ ની કોઈ ભૂમિકા નથી ? આટલી બધી બેશર્મી કેમ ? એક ટ્રુવહીલ પાર્ક કરવા માટે પણ ૧૦-૨૦ રૂપિયા ચૂકવવા પડે તેવી ઝડબેચલાક મનપા તંત્ર ની કોન્ટ્રક વ્યવસ્થા હોય તો ગેમ ગેમજોન માં માત્ર અધિકારી ઓને બલી ના બકરા બનાવી કેમ દેવાયા ? ઘોડા છૂટ્યા બાદ તબેલે તાળા મારવા ની પદ્ધતિ આઝાદી વખત થી ચાલી આવે છે એક ઘટના દુર્ઘટના બને એટલે તાબડતોબ બધું બંધ કરાવી શકાતું હોય તો દારૂ જુગાર વરલી મટકા પશુ ઓની કતલ કેમ બંધ નથી કરાવતું ? તંત્ર તો એજ છે ને ? આ બધું વર્તમાન શાસક પક્ષ ના નેતા ઓ અજ્ઞાન છે નથી જાણતા એવું નથી એ બધા ખૂબ નાની નાની બાબતો થી વાકેફ થી ક્યાં થી કેટલો હપ્તો લેવો ? આ બધા કહે છે કોઈ નું કોઈ સાંભળતું નથી એ ખોટું છે ખબર બધા ને છે પણ હપ્તા લેવાના હોય એટલે કોઈ એકલદોકલ નેતા બળાપો કાઢે કે કોઈ નું કોઈ સાંભળતું નથી નેતા ઓ બધું સાંભળે છે ભાળે છે પણ કહેવું નથી કે આ બધું બંધ કરો કરણ હપ્તો

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.