એક્ટીવામાં સવાર મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ઝોંટ મારી સમડી ફરાર - At This Time

એક્ટીવામાં સવાર મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ઝોંટ મારી સમડી ફરાર


મોરબી રોડ પર મોડી રાતે એક્ટીવામાં સવાર મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ઝોંટ મારી બે શખ્સો ફરાર થઈ જતાં બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે મોરબી રોડ પર જકાતનાકા પાસે ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતાં અરજણભાઈ મોહનભાઈ પાનસુરીયા (ઉ.વ.59) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓને માલીયાસણ ગામનો સીમમાં આવેલ ખેતીની જમીનમાં ખેતીકામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે.
તેઓ ગઈકાલે સાંજના છ એક વાગ્યાની આસપાસ તેમના પત્ની અને દસ વર્ષીય પૌત્ર સાથે એક્ટીવામાં તેમના નવાગામ દિવેલીયાપરામાં રહેતાં સંબંધી જયંતીભાઇ વસોયાની ઇમીટેશનની ભઠ્ઠી ખાતે જમણવાર રાખેલ હોય ત્યાં ગયેલ હતાં. બાદમાં રાત્રીના નવેક વાગ્યાની આસપાસ તેઓ ઘરે આવતા હતા.
ત્યારે મોરબી રોડ પર મયુર ભજીયા વાળાની દુકાનની સામે પહોચતા એક બાઈકમાં ડબલ સવારી શખ્સો પાછળથી ઘસી આવી તેમને પોતાનું બાઈક એક્ટિવા નજીક ચલાવી ફરિયાદીની પત્ની જે પાછળ બેસેલ હોય તેમને ગળામાં પહેરેલ સોનાની ત્રણ તોલાની માળા રૂ. 90 હજાર ની ગળામાંથી ઝુંટવી લઇ મોરબી જકાતનાકાથી જુના મોરબી રોડ તરફ પોતાનું બાઈક શખ્સો નાસી છૂટ્યા હતાં. ફરિયાદીએ દેકારો કર્યો પણ સમડી તેમના પત્નીના ગળામાંથી રૂ.90 હજારનો સોનાનો ચેઇન ઝુંટવી નાસી છૂટવામાં સફળ થતાં ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે અજાણ્યાં શખ્સો સામે ગુનો નોંધી પીએસઆઇ જે.આર.સોલંકી અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.