વિંછીયાના ઓરી ગામે ધારીયા સાથે ઘુસી મકાનમાં તોડફોડ કરી રૂપિયાની લેતી દેતીના મનદુઃખમાં જીવાભાઇના મકાનને ગોપાલ અને મિલને સળગાવી દેવાની ધમકી આપી - At This Time

વિંછીયાના ઓરી ગામે ધારીયા સાથે ઘુસી મકાનમાં તોડફોડ કરી રૂપિયાની લેતી દેતીના મનદુઃખમાં જીવાભાઇના મકાનને ગોપાલ અને મિલને સળગાવી દેવાની ધમકી આપી


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
વિંછીયાના ઓરી ગામે રૂપિયાની લેતી દેતીના મનદુઃખમાં બે શખ્‍સોએ ધારીયા સાથે ઘુસી મકાનમાં તોડફોડ કરી સળગાવી દેવાની ધમકી આપતા પોલીસમાં ફરીયાદ થઇ છે. મળતી વિગતો મુજબ વિંછીયાના ઓરી ગામે રહેતા જીવાભાઇ ઉર્ફે જીવણભાઇ આંબાભાઇ જમોડએ તે જ ગામના ગોપાલ ઉર્ફે ગોપી ધરમશીભાઇ શિયાળ તથા મિલન બાવળીયા સામે વિંછીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીના પુત્ર જેન્‍તીભાઇને આરોપી ગોપાલ સાથે રૂપિયાની લેતી દેતી મામલે મનદુઃખ ધારીયા સાથે ફરીયાદીના મકાનમાં ઘુસી મકાનની બારી, ફુલછોડના કુંડા તથા મારબલના પથ્‍થરમાં તોડફોડ કરી ૩પ હજારનું નુકશાન કર્યુ હતું. અને મકાન સળગાવી દેવાની તથા ફરીયાદીના પુત્રને ફોનમાં પતાવી દેવાની ધમકી આપી હતી. આ ફરીયાદ અન્‍વયે વિંછીયા પોલીસે ઉકત બન્ને સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.