વિરપુર તાલુકાના ડેભારી ગામના પ્રેમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં 1.70 લાખ ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ બનાવતા ડેભારી ગામના બ્રાહ્મણો... - At This Time

વિરપુર તાલુકાના ડેભારી ગામના પ્રેમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં 1.70 લાખ ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ બનાવતા ડેભારી ગામના બ્રાહ્મણો…


ગામમાં સુખ સમૃદ્ધિ અને આરોગ્યમય જળવાઈ રહે તે હેતુથી મંદિર ખાતે પાર્થેશ્વર શિવલિંગ બનાવવાની પરંપરા...

શ્રાવણ મહિનાની શરૂઆત સાથે વિરપુર તાલુકાના અન્ય મંદિરો સાથે સાથે શિવ મંદિરોનું ધાર્મિક મહત્વ અનેકગણું વધી જાય છે. તેમાં પણ વિરપુરના ડેભારી ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા પ્રેમનાથ મહાદેવ મંદિરમાં ખાતે છેલ્લા અઢી દાયકાથી પાર્થેશ્વર શિવલિંગ બનાવવાની પરંપરા યથાવત જોવા મળી રહી છે પાર્થેશ્વર શિવલિંગ બનાવવાનો માત્ર એકજ ઉદ્દેશ્ય કે ગામમાં શૂખ સમૃદ્ધિ અને આરોગ્યમય જળવાઈ રહે તે હેતુથી શિવ મંદિરમાં રોજના ૪૫૦૦ પાર્થેશ્વર શિવલિંગ બનાવવામાં આવે છે. શ્રાવણ મહિના દરમિયાન સવા લાખ શિવલિંગનું નિર્માણ કરવામાં આવે છે તેની પૂજા કરવામાં આવે છે જેના કારણે આ મંદિરમાં શ્રાવણ મહિનામાં મહત્વ અનેકગણું વધી રહ્યું છે પ્રેમનાથ મહાદેવ મંદિર ખાતે દર શ્રાવણ માસમાં બ્રાહ્મણો દ્વારા દરરોજ ૪૫૦૦ વધુ પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરવામાં આવે છે પાર્થેશ્વર શિવલિંગ બનાવવા માટે ઉપાસકો અને કર્મકાંડ બ્રાહ્મણો દ્વારા શુદ્ધ માટી ગુંદી નાના- નાના શિવલિંગ બનાવી જુદા જુદા આકારના યંત્રો તૈયાર કરી સાંજે ષોડશોપચાર પૂજા વિધિ કરી ચોખા ચોંટાડી પ્રતિષ્ઠા કરી અભિષેક કરી તેની પૂજા કરાવાય છે બાદમાં સુર્યાસ્ત પછી આ પાર્થેશ્વર શિવલિંગને પાણીમાં વિસર્જન કરવામાં આવે છે રોજના ૪૫૦૦ શિવલિંગ બનાવીને મહિનાના અંતે સવા લાખ શિવલિંગ બનાવી તેની પૂજા કરવામાં આવી રહી છે. આ શિવલિંગના દર્શન માટે રોજ ભક્તો મંદિરે આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે આ પાર્થેશ્વર શિવલિંગ બનાવવાની પરંપરા આજે પણ ગ્રામજનોની સુખ સમૃદ્ધિ અને આરોગ્યમય બની રહે તે માટે સવા લાખ માટીના પાર્થેશ્વર શિવલિંગ બનાવવામાં આવી રહ્યા છે..

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.