વિછીયા પોલીસ સ્ટેશન દ્વારા ભારતમાં લાગુ થયેલ નવા કાયદાઓના અનુસંધાને નાગરિકો માટે એક લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ - At This Time

વિછીયા પોલીસ સ્ટેશન દ્વારા ભારતમાં લાગુ થયેલ નવા કાયદાઓના અનુસંધાને નાગરિકો માટે એક લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ


ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના વિછીયા શહેર ખાતે વિછીયા પોલીસ સ્ટેશન દ્વારા ભારત સરકાર દ્વારા પહેલી જુલાઈથી લાગુ થયેલા નવા કાયદાઓના અનુસંધાને નાગરિકો માટે મામલતદાર કચેરી ખાતે આવેલ હોલમા એક લીગલ સેમીનારનું આયોજન કરવામાં આવેલુ આ સેમિનારમાં વિછીયા ન્યાયાલયના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કે.એન.જોષી સાહેબ તથા વિછીયાના મામલતદાર આર.કે. પંચાલ સાહેબ તથા વિછીયાના પી.એસ.આઇ. ઇન્દ્રજીતસિંહ સરવૈયા સાહેબ તથા લીગલ વિભાગના પેનલ એડવોકેટ પ્રકાશ પ્રજાપતી સાહેબ હાજર રહેલ આ લીગલ સેમિનારમાં નાગરિકોને જુના કાયદાઓ અને નવા કાયદાઓ વિશે માહિતી આપવામાં આવેલી જેમાં પહેલી જુલાઈથી ભારતીય દંડ અધિનિયમ- ૧૮૬૦ ની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા - ૨૦૨૩ તેમજ ફોજદારી કાર્યવાહી અધિનિયમ - ૧૮૭૩ ની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સહિતા - ૨૦૨૩ તેમજ ભારતીય પુરાવા અધિનિયમ - ૧૮૭૨ ની જગ્યાએ ભારતીય સાક્ષ્ય અધિનિયમ - ૨૦૨૩ થી ઓળખાશે આમ ઘણી બધી કલમોમાં તેમજ સજાઓમાં તેમજ દંડની જોગવાઈઓમાં સુધારાઓ કરવામાં આવેલ છે તેમજ પોલીસ પ્રક્રિયા તેમજ ન્યાયાલયની પ્રક્રિયા વધુ ઝડપી અને તટસ્થ બનાવેલ છે આમ વિછીયા ન્યાયાલયના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કે.એન.જોષી સાહેબ તથા વિછીયાના મામલતદાર આર.કે. પંચાલ સાહેબ તથા વિછીયાના પી.એસ.આઇ. ઇન્દ્રજીતસિંહ સરવૈયા સાહેબ તથા લીગલ વિભાગના પેનલ એડવોકેટ પ્રકાશ પ્રજાપતી સાહેબે નાગરિકોને ભારત સરકાર દ્વારા પહેલી જુલાઈથી લાગુ થયેલા કાયદાઓ વિશે માહિતી-માર્ગદર્શન આપવામાં આવેલું આમ વિછીયા પોલીસ સ્ટેશન દ્વારા આ લીગલ સેમીનારનું આયોજન કરવા બદલ અને નવા કાયદાઓની માહિતી-માર્ગદર્શન આપવા બદલ ઉપસ્થિત અધિકારીઓનો તેમજ વિછીયા પોલીસ સ્ટેશનનો નાગરિકોએ આભાર વ્યક્ત હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.