માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ ને વડનગર ગામનાં વતની અમેરિકા (ફ્લોરિડા) સ્થિત શાહ પરિવારે રૂ.૨૧,૨૧,૦૦૦/ નું અનુદાન આપ્યું
માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ ને વડનગર ગામનાં વતની અમેરિકા (ફ્લોરિડા) સ્થિત શાહ પરિવારે રૂ.૨૧,૨૧,૦૦૦/ નું અનુદાન
આપ્યું
ઉમરાળા ના ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં ચાલતા નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યથી પ્રભાવિત એવા વડનગર ગામનાં વતની અમેરિકા (ફ્લોરિડા) સ્થિત દાતા શ્રી બંડીમભાઈ શાહ અને તેમના ધર્મપત્નિ તા.૨૪/૧૧/૨૦૨૩ ના રોજ આપણી હોસ્પિટલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.
તેઓશ્રીએ હોસ્પિટલનાં બધા જ વિભાગોની પ્રત્યેક્ષ મુલાકાત લઈને ખુબ જ પ્રશંસા વ્યકત કરી હતી, સાથે ભોજન પ્રસાદ પણ હોસ્પિટલ ના ગુરુકૃપા અન્નક્ષેત્ર માં લીધેલ. દર્દીનારાયણ ની સારવારઅર્થે સહભાગી થવાનાં શુભાશયથી તેઓશ્રીએ દિવસ ૧૦૧ (એકસો એક) માટે ભોજન પ્રસાદ અર્થે રૂા.૨૧,૨૧,૦૦૦/- અંકે રૂપિયા એકવીસ લાખ એકવીસ હજાર પુરા ના અનુદાનનો ચેક મંત્રીશ્રી-બી.એલ. રાજપરા અને ટ્રસ્ટીશ્રી-પરેશભાઈ ડોડિયા ને અર્પણ કરેલ છે. તેઓશ્રીઓનું હોસ્પિટલના પ્રણેતા સદગુરુદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ નાં 'જીવનચરિતામૃત' ગ્રંથ અને શાલ અર્પણ કરીને સન્માનિત ક૨વામાં આવ્યુ હતુ.
હોસ્પિટલ ટ્રસ્ટીમંડળ વતિ શ્રી બંકીમભાઈ શાહ તથા તેમનાં પરીવારજનો નો હદયપૂર્વકનો આભાર વ્યકત કરેલ છે.“પૂ. ગુરુદેવ તેમને સુખ, સમૃધ્ધિ અને લાંબુ આયુષ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના."
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.