બોટાદ જિલ્લાના લાઠીદડ ખાતે શ્રી ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા રાષ્ટ્રીય વાર્ષિક શિબિરનું આયોજન ભદ્રાવડી મુકામે કરવામાં આવ્યું - At This Time

બોટાદ જિલ્લાના લાઠીદડ ખાતે શ્રી ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા રાષ્ટ્રીય વાર્ષિક શિબિરનું આયોજન ભદ્રાવડી મુકામે કરવામાં આવ્યું


પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ
બોટાદ તાલુકા ના લાઠીદડ ખાતે આવેલ શ્રી ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં તારીખ 30/12/2024 ના રોજ રાષ્ટ્રીય સેવા યોજના ની ખાસ વાર્ષિક શિબિર નું આયોજન ભદ્રાવડી મુકામે કરવામાં આવ્યું હતું. તેનાં ઉદ્ઘઘાટન સમારોહમાં અમારી સંસ્થાના ઉપપ્રમુખ નાગરભાઈ થડોદા, મંત્રી ધીરુભાઈ ભુંગાણી, મંત્રી મનસુખભાઈ શેખલીયા,શિક્ષણ સમિતિના ચેરમેન એ.ડી.ભાઈ ભાવનગરીયા , ભદ્રાવડી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, ભદ્રાવડી ગામના ઉપસરપંચ ધીરુભાઈ હરિયાણી,મારૂતી સ્પિનટેક્સના એમ. ડી.ધીરુભાઈ કાનેટીયા તથા ભદ્રાવડી ગામના આગેવાનો હાજર રહ્યા હતા. એન. એસ. એસ. ની વાર્ષિક શિબિર મુખ્ય મહેમાનો દ્વારા લીલી ઝંડી ફરકાવીને ખુલ્લી મુકવામાં આવી હતી.અને શિબિરાર્થી બહેનો દ્ધારા ગ્રામ જાગૃતિ માટે રેલી કાઢવામાં આવી હતી. અને શિબિરાર્થી બહેનો દ્વારા ગામમાં આવેલ મંદિર, આંગણવાડી તેમજ ગ્રામ પંચાયતની સાફ-સફાઈ કરવામાં આવી હતી. સમગ્ર કાયૅક્રમ શિક્ષણ સમિતિના ચેરમેન એ. ડી. ભાઈ ભાવનગરીયાના માગૅદશૅન હેઠળ કરવામાં આવ્યો હતો.તથા કોલેજના, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પ્રિન્સિપાલ અને સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image