મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયો મેડિકલ વિદ્યાર્થીઓના હિત લક્ષી મહત્વપૂર્ણ નિર્ણય
*મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયો મેડિકલ વિદ્યાર્થીઓના હિત લક્ષી મહત્વપૂર્ણ નિર્ણય*
......
*રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં GMERS કોલેજની ફી માં ઘટાડો કરાયો - આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
......
*ગવર્નમેન્ટ ક્વોટામાં માં રૂ ૩.૭૫ લાખ અને મેનેજમેન્ટ ક્વોટામાં રૂ. ૧૨ લાખ ફી રહેશે*
.......
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજરોજ ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓ માટે હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.
વધુ વિગતો આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે , રાજ્યની ૧૩ GMERS કોલેજની ૨૧૦૦ બેઠકો માં તાજેતરમાં નક્કી કરાયેલ ફી માં ઘટાડો કરવાનો નિર્ણય રાજ્ય સરકાર કર્યો છે.
તદ્ અનુસાર ગવર્નમેન્ટ ક્વોટામાં માં પ્રવર્તમાન રૂ.૫.૫૦ લાખ ફી માંથી ઘટાડીને રુ.૩.૭૫ લાખ એટલે કે અંદાજીત ૮૦% અને મેનેજમેન્ટ ક્વોટામાં રૂ.૧૭ લાખ ફી માંથી ઘટાડો કરીને રૂ. ૧૨ લાખ એટલે કે અંદાજીત ૬૨.૫ %નો ઘટાડો વિદ્યાર્થીઓના હિતમા કરવામાં આવ્યો હોવાનું મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
પ્રવર્તમાન ફી નું માળખું મેડિકલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ થી જ લાગુ પડશે
.......
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.