રાજકોટના મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે દિવાળીના પર્વે જ મારામારી થઈ
રાજકોટના મોરબી રોડ પર રહેતા વલ્લભભાઇ રૈયાણી તથા મધુવન સ્કુલમા કામ કરતા મજુર વિકાસ સાહુ તથા સુદામ સાહુ સ્કુલે હતા તે સમયે ત્રણેય આરોપીઓ વીસ્તારમા પોતાની ધાક જમાવવા માટે આવી વીમલ સાહુ તથા સુદામ સાહુને આડેધડ જેમ ફાવે તેમ છરી તથા લાકડાના ધોકા વડે માર મારી જીવલેણ ઇજા કરેલ તથા ફરીયાદીને પણ આ કામના આરોપી અર્જુન મેર નાએ પોતાની પાસે રહેલ છરી વડે પીઠની પાછળ ઘા મારી દીધેલ તથા આરોપી દેવશી દાદુકીયાએ પાવડાના હાથા વડે માર મારેલ અને આરોપી કરણ મેર નાએ માર મારી મોત નીપજાવવાના ઈરાદે ફરીયાદી તથા સાહેદ ને ગંભીર જીવલેણ ઈજાઓ કરી ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરતા બી ડિવિઝન પોલીસે આરોપી. વિરુધ્ધ આઈ.પી.સી.કલમ 307, 324,114 તથા જી.પી.એકટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.