મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રંઘોળા ડેમ, શેત્રુંજી ડેમ અને બોરતળાવની મુલાકાત લીધી - At This Time

મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રંઘોળા ડેમ, શેત્રુંજી ડેમ અને બોરતળાવની મુલાકાત લીધી


રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા,અન્ન,નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે તેમની ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન ઉમરાળા તાલુકાના રંઘોળા ડેમ,પાલીતાણા તાલુકાના શેત્રુંજી ડેમ અને ભાવનગરનાં બોરતળાવની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન ભાવનગર સિંચાઈ યોજનાના કાર્યપાલક ઈજનેર એચ.એન. સરવૈયાએ રંઘોળા ડેમની તેમજ સિંચાઈ વિભાગના (શેત્રુંજી) કાર્યપાલક ઈજનેર એ.એમ.બાલધીયાએ શેત્રુંજી ડેમના સ્ત્રાવ ક્ષેત્ર,જળ વિસ્તાર,જળ સંગ્રહ શક્તિ,જળાશયની હાલની સપાટી,આસપાસના ગામોને મળતાં સિંચાઈના પાણી અંગે મંત્રીને વાકેફ કર્યાં હતા આ ઉપરાંત મંત્રીએ બોર તળાવ સૌની યોજનાની જાત મુલાકાત લઈ સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનો કર્યો હતા આ વેળાએ ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા,સિંચાઈ યોજના ના કાર્યપાલક ઇજનેર એચ.એન.સરવૈયા પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર મકવાણા ઉમરાળાના મામલતદાર પ્રશાંતકુમાર ભીંડી તાલુકા વિકાસ અધિકારી બી.એમ.જોષી,સીટી એન્જિનિયર સી.સી.દેવમુરારી BDC બેંક ચેરમેન રસિકભાઈ ભીંગરાડીયા,તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ આહીર સાથે જીલ્લા અને તાલુકાના ચૂંટાયેલા સભ્યોના પ્રતિનિધિઓ સાથે ભાજપના હોદેદારો સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સાથે ઉપસ્થિત રહ્યાં હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.