બોટાદમાં આસ્થા સ્નેહનું ઘરના મનો દિવ્યાંગ તાલીમાર્થીઓએ બનાવેલ રાખડીનું વેચાણ - At This Time

બોટાદમાં આસ્થા સ્નેહનું ઘરના મનો દિવ્યાંગ તાલીમાર્થીઓએ બનાવેલ રાખડીનું વેચાણ


બોટાદ જિલ્લામાં આવેલ મનોદિવ્યાગ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ અને વોકેશનલ તાલીમ આપતા આસ્થા સ્નેહનું ઘર કેન્દ્રમાં તાલીમ લઈ રહેલા દિવ્યાંગ બાળકોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગબેરંગી મનોરમ્ય રાખડીઓ તૈયાર કરેલ છે. દિવ્યાંગ બાળકો જુદા જુદા તહેવારોને ધ્યાનમાં રાખી રાખડી, ઘરે સ્થાપિત મૂર્તિ માટે નાના મોતી ડાયમંડ હાર, દિપાવલીના કોડિયા, ટોડલિયા, તોરણ તથા લગ્ન પ્રસંગ માટેના ટ્રેડિશનલ વસ્તુઓ તૈયાર કરે છે. જે અંતર્ગત આ વર્ષે પણ 1,000 કરતા વધુ રાખડીઓ તૈયાર કરવામાં આવેલ છે. આ રાખડીઓ સહિતની વસ્તુઓનું વેચાણ આસ્થા સ્નેહ નું ઘર, યોગીનગર, પાળીયાદ રોડ બોટાદ ખાતે સંસ્થાના બિલ્ડીંગ પર કરવામાં આવી રહ્યું છે જેની ખરીદી કરી દિવ્યાંગ બાળકોની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા સંસ્થાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે. સંસ્થાના પ્રમુખે જણાવ્યા મુજબ દર વર્ષે 1000 કરતાં વધુ રાખડીઓ તૈયાર કરવામાં આવે છે દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલ આ રાખડીઓમાં બાળકોની કલા, નિર્દોષતા સાથે સ્નેહ અને લાગણીરૂપી આશીર્વાદ પણ ભળેલા હોય છે. આ રાખડીઓનું વેચાણ બોટાદ શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્ટોલ બનાવી તેમજ સંસ્થા ખાતેના બિલ્ડીંગમાં પણ કરવામાં આવી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.