જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ત્રિ-દિવસીય એન્યુઅલ ગ્રાઉન્ડનટ વર્કશોપ-૨૦૨૩નો પ્રારંભ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ત્રિ-દિવસીય એન્યુઅલ ગ્રાઉન્ડનટ વર્કશોપ-૨૦૨૩નો પ્રારંભ
.....
મગફળી ઉત્પાદન વધારવા માટે દેશભરના ૧૫૦થી વૈજ્ઞાનિકો દ્વારા વિચાર-વિમર્શબદલાતી ક્લાઇમેટિક સ્થિતિને ધ્યાનમાં રાખી નવી જાતોનું કરાતું સંશોધનમહત્તમ તેલની ટકાવારી ધરાવતા મગફળીના પાકનો કોઈ વિકલ્પ નથી
અદ્યતન શોધ-સંશોધનના કારણે મગફળીનું ઉત્પાદન ડબલ થયુંઓછા ખર્ચે ખેડૂતોને નવી ટેકનોલોજી મળે તે દિશામાં ભાર આપવામાં આવી રહ્યો છેજૂનાગઢ તા.૨૪ જૂનાગઢ અને સૌરાષ્ટ્ર વિસ્તાર મગફળીના ધરખમ ઉત્પાદન માટે દેશભરમાં જાણીતું છે. ત્યારે મગફળીના ઉત્પાદનને વધુ વેગ આપવા માટે અને નવા સંશોધનના માધ્યમથી ખેડૂતોની આવક વધારવા માટેના ત્રિ-દિવસીય એન્યુઅલ ગ્રાઉન્ડનટ વર્કશોપ-૨૦૨૩નો પ્રારંભ થયો છે. આ કાર્ય શાળામાં દેશભરના ૧૫૦થી વધુ વૈજ્ઞાનિકો ભાગ લઈ રહ્યા છે. જે મગફળીના પાકના જુદા-જુદા પરિબળોના સંદર્ભે વિચારનો આપ-લે કરશે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર અને રાષ્ટ્રીય કક્ષાના મગફળી સંશોધન નિર્દેશાલય લઈને સંયુક્ત ઉપક્રમે આયોજિત આ વર્કશોપમાં ઉદ્ઘાટન સત્રના અધ્યક્ષ તરીકે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના ડાયરેક્ટર જનરલ (ક્રોપ સાયન્સ) ડો. ટી. આર. શર્માએ જણાવ્યું કે, આઈસીએઆર, ડીજીઆર વગેરે સંસ્થાઓના સંશોધન અને ટેકનોલોજીના માધ્યમથી મગફળીમાં અફલાટોક્સિનના લેવલને ઘટાડવામાં સફળતા મળી છે. જેથી રૂ. ૪ હજાર કરોડથી વધુની મગફળીના નિકાસમાં વધારો થયો છે.
ભારતમાં અદ્યતન શોધ-સંશોધનના કારણે મગફળીનુ ડબલ ઉત્પાદન કરવામાં સફળતા મળી છે. ભારતમાં ૧૯૭૦ પહેલાં મગફળીની પ્રતિ હેક્ટર ઉત્પાદકતા ૬ થી ૭ હજાર કિલો હતી. જે વર્ષ ૨૦૨૧-૨૨માં વધીને ૧૮ હજાર કિલોગ્રામે પહોંચી છે. ઉપરાંત તેલીબીયા પોકોમાં ૨૫ થી ૩૦ ટકા યોગદાન મગફળીનું છે. જેથી ભારતના સંદર્ભમાં મહત્તમ તેલની ટકાવારી ધરાવતા મગફળીના પાકનો કોઈ વિકલ્પ નથી.
મગફળીના ઉત્પાદનમાં બાધારૂપમાં પરીબળોમાં બિયારણની નીચી ગુણવત્તા, દર વર્ષે એક જ બિયારણનુ વાવેતર, સીડ રિપ્લેશમેન્ટ રેશિયા વગેરે છે. તેમ જણાવતા તેમણે રોગ વ્યવસ્થાપન માટે જરૂરી દિશાસૂચક માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત જે રીતે મોસમ બદલાઈ રહ્યુ છે, જેથી ક્લાઈમેટને ધ્યાનમાં રાખીને મગફળીની નવી જાતોનું સંશોધન કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી વી.પી. ચોવટીયાએ જણાવ્યું કે, મગફળી સૌરાષ્ટ્ર –ગુજરાતનો ઓળખરૂપ પાક છે. રાજ્યમાં ૨૦ લાખ હેક્ટરમાં તેનુ ઉત્પાદન કરવામાં આવે છે. ત્યારે આ પાકના માધ્યમથી ખેડૂતોને આવકમાં વૃદ્ધિ થાય અને ઓછા ખર્ચે ખેડૂતોને શ્રેષ્ઠ ટેકનોલોજી મળી રહે તે માટે દિશામાં પણ ભાર આપવામાં આવી રહ્યો છે. મગફળીના ઉત્પાદનમાં રહેલા પ્રવર્તમાન પ્રશ્નોનું નિરાકરણ આવે તે દિશામાં આ વર્કશોપના માધ્યમથી પ્રયાસો કરવામાં આવશે. નિવૃત્ત પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ શ્રી એસ. એન. નિગમે મગફળીના પાકમાં જીનેટીક-બ્રીડર, એગ્રો ક્લાઈમેટિક ફેક્ટર, ટેકનોલોજી સહિતના મુદ્દે સંશોધકોને અંગુલી નિર્દેશ કર્યો હતો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સીડ સાયન્સના ડાયરેક્ટર શ્રી સંજય કુમારે અભ્યાસના આધારે બીજ ઉત્પાદન અને બીજા આપૂર્તિ સહિતના મુદ્દે રહેલા પડકારો અંગે પોતાના વિચાર વ્યક્ત કર્યા હતાજૂનાગઢ સ્થિત મગફળી સંશોધન નિર્દેશાલયના ડાયરેક્ટર શ્રી એસ. કે. બેરાએ ડીજીઆર દ્વારા મગફળીની સંશોધિત જાતો, દેશભરમાં મગફળીના પાકનો ઝોન વાર ચિતાર સહિતની આંકડાકીય માહિતી સાથેનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
આ પ્રસંગે સંશોધન નિયામક શ્રી એચ.એમ ગાજીપરાએ શાબ્દિક સ્વાગત અને મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક શ્રી આર.બી માદરીયાએ આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધ્યાપકો, વૈજ્ઞાનિકો અને દેશભરમાંથી પધારેલા વૈજ્ઞાનિકો- સંશોધકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ અસ્વિનપટેલ માહિતી બ્યુરો જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.