સુરેન્દ્રનગર જુદી જુદી જગ્યાએ ચાઇનીઝ દોરી સાથે 4 શખ્સોને ઝડપી પાડ્યા.
તા.09/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ઉતરાયણ પર્વમાં ચાઇનીઝ દોરી પક્ષી અને લોકોને નુકશાન પહોંચાડવા સાથે ક્યારેક અકસ્માત અને મોતનુ પણ કારણ બનતી હોય છે. આથી આવી દોરી ને સરકારે પ્રતિબંધીત જાહે૨ નમું પ્રસિદ્ધ કરી વેચાણ ન કરવા જાહેર કર્યુ છે પરંતુ સુરેન્દ્રનગમાં હજુ પણ કેટલાક વેપારીઓ આનુ વેચાણ કરતા હોવાથી પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી અને સુરેન્દ્રનગરમાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરી અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં સુરેન્દ્રનગરમાંથી જોરાવર નગરમાં એક ધ્રાંગધ્રામાં એક અને પાટડીમાં બે મળી કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા જોરાવરનગર પોલીસ ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવા દરમિયાન ચાઇનીઝ દોરી અંગે બાતમી મળી હતી આથી રતનપર ગુરૂદતાત્રેય મંદિર પાસે આવેલી એ વન પતંગ સ્ટોરની દુકાનમાં તપાસ હાથ ધરી હતી જ્યાંથી પ્રતિબંધીત 244 પ્લાસ્ટીકની દોરીની ફીરકીઓ મળી આવી હતી આથી એક શખ્સને ઝડપી પાડી નામ પુછતાં પોતે રતનપર શેરીનં. 4 ના નાઝીરભાઇ યુનુસભાઇ પાધરસી હોવાનુ જણાવ્યુ હતુ આથી પોલીસ ટીમે ચાઇનીઝ દોરીની 244 રૂ.27,130નો મુદ્દામાલ જપ્ત કરી જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરાયો હતો ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતના માર્ગદર્શન અને સૂચનાથી પાટડી પીએસઆઇ સહિત પોલીસ સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી બે ઇસમોને ચાઈનીઝ દોરી સાથે ઝડપી પાડ્યા હતા, આ દરોડામાં મુખ્ય બજારમાં ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન, ચાઇનીઝ તુક્કલ સ્કાય લેન્ટર્ન અને કાચ પાયેલા માઝા, પ્લાસ્ટિકની દોરી વિગેરે પ્રતિબંધિત દોરી અંગે જાહેરનામા અંગે અચાનક દરોડો પાડી મિતેષકુમાર ઘનશ્યામભાઈ પુજારા પાસેથી પ્લાસ્ટિક દોરીની નાની મોટી ફીરકી નંગ-11, કિ.રૂ.600 નો મુદામાલ અને અનિલભાઈ જીવણભાઈ ઠક્કર પાસેથી પ્લાસ્ટિક દોરીની નાની મોટી ફીરકી નંગ-10, કિં.રૂ.900 મળી કુલ રૂ. 1500 ના મુદ્દામાલ સાથે 21 ચાઇનીઝ દોરીની ફીકી સાથે ઝબ્બે કરી બંને શખ્સો વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આ કેસની વધુ તપાસ આ પાટડી પોલીસ દ્વારા હાથ ધરાઈ છે અને ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢ નામના ગામડામાં પણ પ્રતિબંધિત દોરી વેચાતી હોવા નીબાતમીને આધારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે દરોડો કરી સુખદેવભાઇ ગોરધનભાઇ ઉડેચા જાતે-ઠાકોર ઉ.વ.36 ધંધો-વેપાર રહે-વિરેન્દ્રનગઢ તા-ધ્રાંગધ્રા જી-સુરેન્દ્રનગર વાળાને પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ની ફીરકીઓ સાથે ઝડપી પાડી ધોરણસરનો ગુનો નોંધી આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે સુરેન્દ્રનગર
જિલ્લા પોલીસ પ્રતિબંધિત દોરી વેચતા વેપારીઓ પ્રત્યેક કડક વલણ અપનાવતા આવી પ્રતિબંધિત દોરીઓ વેચતા તત્વોમાં ફફડાટની લાગણી ફેલાવવા પામી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.