જસદણ પોલીસ સ્ટેશન ખાતે આગેવાનોની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક મળી - At This Time

જસદણ પોલીસ સ્ટેશન ખાતે આગેવાનોની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક મળી


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
અગામી તા ૧૩/૩/૨૫ ના રોજ હિન્દુ ઘર્મ ના હોળીના તહેવાર તથા તા-૧૪/૩/૨૫ ના રોજ ઘુળેટી તહેવાર ની ઉજવણી થનાર છે.તથા મુસ્લિમ સમુદાયના રમજાન માસની શરૂઆત તા.૨/૦૩/૨૦૨૫ થી શરૂ થયેલ છે અને રમજાન ઇદના તહેવારની ઉજવણી સંભવિત આગામી તા.૩૧/૦૩/૨૦૨૫ ના રોજ થાય તેવી શકયતા છે.જેમા જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારની હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ સદરહું ઉજવાનાર હોળી ઘુળેટી તથા રમજાન ઇદ તહેવારની શાંતિ સમિતિ મિટિંગ નિચે મુજબ રાખવામા આવેલ હતી.તા.૧૨/૦૩/૨૦૨૫ ના કલાક ૧૧/૩૦ થી ૧૨/૦૦ વાગ્યે જસદણ પોલીસ સ્ટેશનમા શાંતિ સમિતિની મિટિંગ રાખવામા આવેલ હતી. જેમા જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમા આગામી દિવસોમા તા ૧૩/૩/૨૫ ના રોજ હિન્દુ ઘર્મ ના હોળીના તહેવાર તથા તા ૧૪/૩/૨૫ ના રોજ ઘુળેટી તહેવાર ની ઉજવણી થનાર છે.તથા મુસ્લિમ સમુદાયના રમજાન માસની શરૂઆત તા.૨/૦૩/૨૦૨૫ થી શરૂ થયેલ છે અને રમજાન ઇદના તહેવારની ઉજવણી સંભવિત આગામી તા.૩૧/૦૩/૨૦૨૫ ના રોજ થાય તેવી શકયતા છે.જેથી કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે અનુસંધાને હિન્દુ-મુસ્લિમ સમાજના આશરે ૧૫ જેટલા આગેવનો હાજર રહેલા હતા જેમા રફીકભાઇ રવાણી, ઇલીયાસભાઇ લોહીયા રફીકભાઇ ગોગદા.દિનેશભાઇ છાયાણી તથા કાળુભાઇ પત્રકાર તથા દુગેશભાઇ કુબાવત તથા દિપકભાઇ વાઘેલા તથા પ્રવિણભાઇ ઘોડકીયા તથા ઘનશ્યામભાઇ કટેશીયા તથા નિમેષભાઇ શુકલા વગેરે જસદણના આગેવાનો હાજર રહેલા હતા તેમજ બન્ને સમાજમા ભાઇચારાની ભાવના જળવાય રહે તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેનુ ધ્યાન રાખવુ તેમજ સરકારશ્રી ની ગાઇડ લાઇન મુજબ પાલન કરવુ અને કોઈ અજુગતા બનાવ ન બને તેનુ ધ્યાન રાખવુ વગેરે બાબતોની ચર્ચા કરવામા આવેલ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image