અરબ સાગરમાં જહાજમાં કેક કાપીને નિરાધાર દિવ્યાંગ બાળકોને દરિયાઈ મુસાફરી કરાવી જય કાથરોટિયા એ જન્મદિવસની અનોખી ઉજવણી કરી - At This Time

અરબ સાગરમાં જહાજમાં કેક કાપીને નિરાધાર દિવ્યાંગ બાળકોને દરિયાઈ મુસાફરી કરાવી જય કાથરોટિયા એ જન્મદિવસની અનોખી ઉજવણી કરી


અરબ સાગરમાં જહાજમાં કેક કાપીને નિરાધાર દિવ્યાંગ બાળકોને દરિયાઈ મુસાફરી કરાવી જય કાથરોટિયા એ જન્મદિવસની અનોખી ઉજવણી કરી

અમરેલી તા.૨૧ ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલના યંગ ડાયરેકટરે પાંચ દિવ્યાંગ બાળકો સાથે અરબ સાગરમાં જહાજમાં કેક કાપીને નિરાધાર દિવ્યાંગ બાળકોને દરિયાઈ મુસાફરી કરાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરી.
ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલના યંગ ડાયરેકટર જય કાથરોટીયા પોતાના જન્મદિવસની ઉજવણી માટે ખૂબ જાણીતા છે.૨૦૨૧ નો જન્મદિવસ એમણે નિરાધાર બાળકો સાથે જમીન પર કેક કાપી,૨૦૨૨ માં અનાથ બાળકોને હવાઈ મુસાફરી કરાવીને પ્લેનની અંદર આકાશમાં કેક કાપી અને હવે ૨૦૨૩ માં દિવ્યાંગ બાળકોને અરબ સાગરમાં દરિયાઈ મુસાફરી કરાવી પાણી વચ્ચે કેક કાપી અનોખી ઉજવણી કરી. અમરેલીની મુકબધીર શાળાના પાંચ દિવ્યાંગ બાળકોને એક વિશેષ સરપ્રાઇઝ આપવાના ભાગરૂપે જયભાઈએ બધા બાળકો માટે ખાસ રો રો ફેરીની ટિકિટ બુક કરાવી હતી દરેક બાળકોને ઘોઘા પોર્ટથી હજીરા પોર્ટ સુધીની વિશેષ દરિયાઈ મુસાફરીની સરપ્રાઇઝ આપી હતી.
દરેક દિવ્યાંગ બાળકોને વિશેષ દરિયાઈ મુસાફરી કરાવી અને અરબ સાગરમાં દરિયાની વચ્ચે કેક કાપીને વિશિષ્ટ અને અનોખી ઉજવણી કરી હતી. આ દરેક દિવ્યાંગ બાળકો માટે આ પ્રકારે દરિયાઈ મુસાફરી કરવી એ સપના સમાન હતી. આ વિશિષ્ટ મુસાફરીનો દરેક બાળકોએ અનેરો આનંદ માણ્યો હતો. જયભાઈએ છેલ્લા ત્રણ જન્મદિવસ જમીન, આકાશ અને પાણીની અંદર વિશિષ્ટ રીતે સેવાકીય પ્રવૃત્તિ કરી જન્મદિવસની ઉજવણી કરીને સમાજ અને સમગ્ર રાષ્ટ્રના યુવાનોને વિશેષ પ્રેરણા આપી હતી. પોતાના જન્મદિવસને દિવસે બીજાને ખુશી આપીને વિશેષ ઉજવણી કરવાના આ અનોખા સેવાયજ્ઞ માટે જયભાઈને ખૂબ ખૂબ અભિનંદન.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.