રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “રાષ્ટ્ર્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” યોજાયો.
રાજકોટ શહેર તા.૧૨૭૨૦૨૪ ના રોજ “રાષ્ટ્ર્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૧૨/૭/૨૦૨૪ શુક્રવારના રોજ સવારે ૯ કલાકે, વોર્ડનં.૧૪ માં ૯/૧૦ માસ્તર સોસાયટી, ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, ૮૦ ફૂટ રોડ, રાજકોટ ખાતે આવેલ શ્રી કસ્તુરબા હાઈસ્કુલ ખાતે “શાળા બાળ આરોગ્ય ચકાસણી” કાર્યકમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં સાંસદ પરસોતમભાઇ રૂપાલા, સાંસદ શ્રીરામભાઈ મોકરીયા, પ્રમુખ IMA (ગુજરાત) ડૉ.ભરતભાઈ કાકડીયા (ઈ.એન.ટી.સ્પેશ્યાલિસ્ટ) સહીતના ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માન. મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં સાંસદ પરસોતમભાઇ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયા, સેનિટેશન સમિતિના ચેરમેન નીલેશભાઈ જલુ, પ્રમુખ IMA (ગુજરાત) ડૉ.ભરતભાઈ કાકડીયા (ઈ.એન.ટી.સ્પેશ્યાલિસ્ટ) અને શહેર ભાજપ ઉપપ્રમુખ ડૉ.ચેતન લાલચેતા, કોર્પોરેટર ઓડૉ.દર્શનાબેન પંડ્યા, ભારતીબેન મકવાણા, વોર્ડ પ્રમુખ મહેશભાઈ મિયાત્રા, વોર્ડ મહામંત્રી કેયુરભાઈ મશરૂ અને માનસુરભાઈ વાળા, શહેર મહિલા મોરચાના ઉપપ્રમુખ વૈશાલીબેન મહેતા, આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વકાણી, RCHO ડૉ.લલીત વાજા તેમજ શાળાના આચાર્ય, શિક્ષકો અને બાળાઓ તથા વિસ્તારવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
આજના આ “શાળા બાળ આરોગ્ય ચકાસણી” કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ ખુબ જ અગત્યનો કહેવાય. આપ સૌ બાળકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે તો આપણા દેશનું ભવિષ્ય સ્વસ્થ બનશે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય એ છે કે, જન્મજાત બાળકનું પ્રાથમિક તબક્કાથી જ આરોગ્ય સારું રહે. ઘણી વખત પરિવારને નાની બીમારી વિશે જાણકારી નથી હોતી પરંતુ આ “શાળા બાળ આરોગ્ય ચકાસણી” કાર્યક્રમ થકી બાળકની બીમારી ઉજાગર થાય છે અને તેના માટે મેડીકલ ટીમ દ્વારા આગળની સારવાર માટે મોકલવામાં આવે છે. બાળકને જે પણ બીમારી નીકળે તેના માટે રાજ્ય સરકાર તરફથી વિનામૂલ્ય સારવાર કરાવવામાં આવે છે. તો મારી દરેક પરિવારના સભ્યોને નમ્ર વિનંતી છે કે, બાળકને “શાળા બાળ આરોગ્ય ચકાસણી” કાર્યક્રમમાં મોકલો અને બાળકનું સ્વાસ્થ્ય સારું રાખો. આવા કાર્યક્રમ થકી વધુને વધુ બાળકોનું આરોગ્ય ચકાસણી કરી શકાય તે માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ખુબ સારી કામગીરી થઇ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજના આરોગ્યલક્ષી કાર્યક્રમમાં મેડીકલ ક્ષેત્રે શ્રેષ્ઠ એવા ડોકટરોની ટીમ પણ અહી ઉપસ્થિત રહી છે તેમનું પણ માર્ગદર્શન આપણેને સૌને મળવાનું છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર સહીતની સમગ્ર ટીમ અને આરોગ્યની ટીમને સમગ્ર રાજ્ય સરકાર વતી શુભેચ્છા પાઠવું છું. સરકારના મનમાં ભાવના છે કે દેશના તમામ નાગરિકો તંદુરસ્ત રહે. આપણે સૌ જાણીએ છીએ કે, આપણા દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લશ્કરી ક્ષેત્ર સહીત વિવિધ ક્ષેત્રમાં દેશની દીકરીઓને પુરુષ સમોવડી ગણી છે. આજે દીકરીઓ ફાઈટર પ્લેન ઉડાવી રહી છે, કમાન્ડો બની છે તો તેના માટે બાળપણથી જ તંદુરસ્ત રહેવું જરૂરી છે. દીકરીઓને વિનંતી કરું છું કે, અત્યારથી જ શરીર તંદુરસ્ત રહે તેવો આહાર લ્યો, બહારનું ખાવાનું ઓછું રાખવું, શરીરને તંદુરસ્ત રાખવા કસરત, વ્યાયામ, યોગ કરો અને સાથેસાથે સ્વચ્છતાની પણ ટેવ રાખો. આપ સૌ સમૃધ્ધ બનો તેવી શુભેચ્છા. આ તકે મેયર માન. નયનાબેન પેઢડીયાએ પ્રાસંગિક ઉદબોધન અને પોતાના અભ્યાસ સમયના સ્મરણો યાદ કરતા જણાવેલ કે, જ્યાં ભણ્યા હોય ત્યાં પ્રગતિ થાય ત્યારે ખુશી થાય. મે અહી આજ મેદાનમાં બેસીને અભ્યાસ કર્યો છે. અમારા સમયે આ મેદાનમાં રાજ્ય સરકારની વિવિધ રમતો રમતા હતા જેમાં મારી પસંદગીની રમત ‘ખો-ખો’ હતી. બાળપણમાં રમેલી રમતો અત્યારે બહુ યાદ આવે છે. દિકરીઓ તમારે આવનારા સમયમાં બે પરિવારને ઉજાગર કરવાના છે માટે અત્યારથી જ દરેક કામને એવી રીતે કરો કે પોતાનું કામ હોય. કોઈપણ કામથી ભાગવું નહી. દીકરીઓ પોતાના સ્વાસ્થ્યને સારું રાખશે તો પરિવારના તમામ સભ્યોની કાળજી કરી શકશે. આપણે સૌ જાણીએ છીએ કે. વધુ અભ્યાસ કરવા માટે એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં જવાનું થતું હોય છે, જૂની સ્કૂલ છોડીને જઈએ ત્યારે આંખી ભીંજાઈ જાય છે. આપણે શાળામાં હોઈએ ત્યારે શાળામાં પ્રાથમિક તબક્કાના જે ગુણો આપવામાં આવે છે તે ગુણો આખી જીંદગી કામ આવે છે. આ કાર્યક્રમમાં શ્રી કસ્તુરબા હાઈસ્કુલની છાત્રો દ્વારા મહાનુભાવોનું પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ. આ કાર્યકમમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. આ કાર્યક્રમની આભારવિધિ આરોગ્ય સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દાતાશ્રી નાનુભાઈ અને નીલેશભાઈ જલુનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા આજના “શાળા બાળ આરોગ્ય ચકાસણી” કાર્યક્રમમાં બાળકોને કરવામાં આવ્યું હેલ્થ ચેકઅપ અંગે કામગીરી નિહાળી હતી ત્યારબાદ શાળાના ગ્રાઉન્ડમાં સૌ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. “રાષ્ટ્ર્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાનાર આ કાર્યક્રમમાં શાળાના તમામ બાળકોના નિઃશુલ્ક સ્ક્રીનીંગ, હિમોગ્લોબીન, Td 10 અને Td 16 રસીકરણ જેવી ચકાસણી કરવામાં આવશે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.