અકસ્માત થતાં અટકાવવાનો જાગૃત નાગરિક સહિત સહિયારો પ્રયાસ સફળ : ભાજપ અગ્રણી નેતા શૈલેષભાઈ ડાંગરનો પાડ માનતા લતાવાસીઓ
(નીલકંઠ જોષી દ્વારા રાજકોટ)
રાજકોટ:- ગિરનાર સોસાયટી મેઈન રોડ વોર્ડ નં 12 અને 13 નો સંયુક્ત રોડ પસાર થાય છે આ રોડ ઉપર થોડા સમય પહેલા ડામરથી મઢવામાં આવેલ હતો ત્યાર પછી આ રોડ ઉપર ભુગર્ભ ગટર લાઈનની ચોરસ કુંડીનુ લેવલ અધ્ધર કરેલ હશે પણ કુંડી ની ફરતી બાજુ વધારાનો ડામરનું વેસ્ટ મટીરીયલ જામ થયેલ હોવાથી વાહન ચાલકો એ ગાડીનુ ટાયર ઉપર આવે તો ગાડી સ્લીપ થવાની સંભાવના હતી અને એ ગાડી એક બાજુ તારવે તો સામેથી આવતા વાહન સાથે અકસ્માત થવાની સંભાવના હતી
વોર્ડ નં 13 ના ભાજપ અગ્રણી નેતા શૈલેષભાઈ ડાંગર નો રૂબરૂ સંપર્ક કરી આ બાબતે વાતચીત કરી તાત્કાલિક પોતે સ્થળ ઉપર આવી રૂબરૂ મુલાકાત લઈ અને પુરતો સાથ સહકાર મળેલ હતો અને પ્રથમ હેલ્પલાઈન ઉપર વાત કરવા જણાવ્યું હતુ
વોર્ડ નં 13 ના ભાજપ અગ્રણી નેતા શૈલેષભાઈ ડાંગર નો હંમેશા માટે નાગરિકોને સાથ સહકાર મળતો રહે છે આ તકે શૈલેષભાઈ ડાંગર નો પણ આભાર વ્યક્ત કરીયે છીએ
ત્યાર બાદ આ જામ થયેલા ડામરના મટીરીયલ દુર કરવા માટે જાગૃત નાગરિક નીલકંઠભાઈ જોષી અને જીતુભાઈ કલોલા ( પટેલ તાવા-વાળા)એ રાજકોટ મહાનગરપાલિકાના હેલ્પલાઈન ઉપર આ બાબત ની કમ્પલેન લખાવતા જામ થયેલા ડામરના મટીરીયલ ને દુર કરી સંતોષકારક કામગીરી કરવામાં આવી છે તેનો અમોને આનંદ છે અહીંથી મોટી સંખ્યામાં સ્કુલે જતા વિદ્યાર્થીઓ અને સ્કુલે મુકવા તેડવા જતા વાલીઓ તથા અહીંથી પસાર થતા વાહન ચાલકો પણ હવે સુરક્ષીત રીતે પસાર થઈ શકશે માત્ર એક જ ફોન કરવાથી કે ધ્યાન દોરવાથી કોઈનું સારૂ થાતુ હોય તો આનાથી વધારે બીજુ શું હોય શકે આ તકે વાહન ચાલકો એ હાશકારો લીધો હતો.
આ કામગીરીમાં સાથ સહકાર આપવા બદલ વોર્ડ નં 13 ના ભાજપ અગ્રણી નેતા શૈલેષભાઈ ડાંગર તેમજ રાજકોટ મહાનગરપાલિકા નો વાહન ચાલકોએ પાડ માન્યો હતો.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.