અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે રવિવારે જસદણ વિંછીયાના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને ત્રિવિધ કાર્યક્રમ

*જસદણ વિંછીયા તાલુકા તળપદા કોળી યુવા સોશ્યલ ગ્રુપ,સમૂહ લગ્ન સમિતિ અને જસદણ વિંછીયા તળપદા કોળી પટેલ કર્મચારી મંડળ દ્વારા અદકેરું આયોજન*
જસદણ વિંછીયા તાલુકાના તળપદા કોળી સમાજના ૧૭૫૧ તેજસ્વી વિદ્યાર્થી તારલાઓનો સરસ્વતી સન્માન સમારોહ,ઇનામ વિતરણ અને યુવા સ્નેહમિલન કાર્યક્રમ તા.૧૪/૦૮/૨૦૨૨ને રવિવારના રોજ સવારે ૯ કલાકથી યોજાશે. સન્માન સમારોહ કાર્યક્રમમાં બોટાદ ભજનાનંદ આશ્રમના મહંતશ્રી આત્માનંદ સરસ્વતીજી,સતરંગ જગ્યાના મહંત પૂ હરિરામ બાપા અને કાળાસર આશ્રમના મહંત શ્રી વાલજી ભગત હાજર રહી આશીર્વચન પાઠવશે.
વિદ્યાર્થી સન્માન સમારોહ ઇનામ વિતરણ બાદ યુવા સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે તેમજ આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના આયોજન બાબતે તેમજ ઉચ્ચ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન, વ્યસન મુક્તિ અભિયાન,શિક્ષણ જ્યોત રથયાત્રાના ભાગરૂપે કાર્યક્રમ રાખેલ છે.સમારોહમાં જસદણ, વીંછીયા,રાજકોટ, ચોટીલા, સાયલા,બોટાદ,ધંધુકા,રાણપુર, બરવાળા, ગઢડા,બાબરા તેમજ આજુબાજુના વિસ્તારમાંથી સમાજના અગ્રણીઓ,સમાજ શ્રેષ્ઠીઓ, ડોક્ટરો, વકીલો,પ્રોફેસરો,અધ્યાપકો,હાસ્ય કલાકાર, એન્જિનિયરો, શિક્ષણવિદો વગેરે હાજર રહી માર્ગદર્શન આપશે.આ કાર્યક્રમમાં દાતાઓ,આગેવાનો, વિદ્યાર્થીઓ,વાલીઓ,સમાજના યુવા મંડળો, મહિલા મંડળો, વેપારીઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો, સરપંચશ્રીઓ અને વિવિધ ક્ષેત્રમાં સંકળાયેલ સમાજ શ્રેષ્ઠીઓને મોટી સંખ્યામાં હાજર રહેવા જસદણ તાલુકા સમસ્ત કોળી સમાજ પ્રમુખ જેસાભાઈ સોલંકી અને વિછીયા તાલુકા સમસ્ત કોળી સમાજ પ્રમુખ વિનોદભાઇ વાલાણીની યાદીમાં જણાવાયુ છે.કાર્યક્રમને સફળ બનાવવા યુવા સોશ્યલ ગૃપ,સમૂહ લગ્ન સમિતિ અને સરકારી કર્મચારી મંડળના શિક્ષકો જહેમત ઉઠાવી રહ્યા છે.
જસદણ વિંછીયા તાલુકા તળપદા કોળી યુવા સોશ્યલ ગ્રુપ,સમૂહ લગ્ન સમિતિ અને જસદણ વિંછીયા તળપદા કોળી પટેલ કર્મચારી મંડળ દ્વારા અદકેરું આયોજન
જસદણ વિંછીયા તાલુકાના તળપદા કોળી સમાજના ૧૭૫૧ તેજસ્વી વિદ્યાર્થી તારલાઓનો સરસ્વતી સન્માન સમારોહ,ઇનામ વિતરણ અને યુવા સ્નેહમિલન કાર્યક્રમ તા.૧૪/૦૮/૨૦૨૨ને રવિવારના રોજ સવારે ૯ કલાકથી યોજાશે. સન્માન સમારોહ કાર્યક્રમમાં બોટાદ ભજનાનંદ આશ્રમના મહંતશ્રી આત્માનંદ સરસ્વતીજી,સતરંગ જગ્યાના મહંત પૂ હરિરામ બાપા અને કાળાસર આશ્રમના મહંત શ્રી વાલજી ભગત હાજર રહી આશીર્વચન પાઠવશે.
વિદ્યાર્થી સન્માન સમારોહ ઇનામ વિતરણ બાદ યુવા સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે તેમજ આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના આયોજન બાબતે તેમજ ઉચ્ચ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન, વ્યસન મુક્તિ અભિયાન,શિક્ષણ જ્યોત રથયાત્રાના ભાગરૂપે કાર્યક્રમ રાખેલ છે.સમારોહમાં જસદણ, વીંછીયા,રાજકોટ, ચોટીલા, સાયલા,બોટાદ,ધંધુકા,રાણપુર, બરવાળા, ગઢડા,બાબરા તેમજ આજુબાજુના વિસ્તારમાંથી સમાજના અગ્રણીઓ,સમાજ શ્રેષ્ઠીઓ, ડોક્ટરો, વકીલો,પ્રોફેસરો,અધ્યાપકો,હાસ્ય કલાકાર, એન્જિનિયરો, શિક્ષણવિદો વગેરે હાજર રહી માર્ગદર્શન આપશે.આ કાર્યક્રમમાં દાતાઓ,આગેવાનો, વિદ્યાર્થીઓ,વાલીઓ,સમાજના યુવા મંડળો, મહિલા મંડળો, વેપારીઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો, સરપંચશ્રીઓ અને વિવિધ ક્ષેત્રમાં સંકળાયેલ સમાજ શ્રેષ્ઠીઓને મોટી સંખ્યામાં હાજર રહેવા જસદણ તાલુકા સમસ્ત કોળી સમાજ પ્રમુખ જેસાભાઈ સોલંકી અને વિછીયા તાલુકા સમસ્ત કોળી સમાજ પ્રમુખ વિનોદભાઇ વાલાણીની યાદીમાં જણાવાયુ છે.કાર્યક્રમને સફળ બનાવવા યુવા સોશ્યલ ગૃપ,સમૂહ લગ્ન સમિતિ અને સરકારી કર્મચારી મંડળના શિક્ષકો જહેમત ઉઠાવી રહ્યા છે.
અશરફ મીરાસૈયદ વિછીયા 9723562786
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.