આજ રોજ નેત્રંગના વણખુંટા ખાતે સેવાસેતૂ કાયઁકમ યોજાશે. ૧૧ ગામના લોકોના સરકારી તંત્રને લગતા પ્રશ્ર્નોના ધંરઆગણે નિકાલ થશે. - At This Time

આજ રોજ નેત્રંગના વણખુંટા ખાતે સેવાસેતૂ કાયઁકમ યોજાશે. ૧૧ ગામના લોકોના સરકારી તંત્રને લગતા પ્રશ્ર્નોના ધંરઆગણે નિકાલ થશે.


૧૭મી ના રોજ નેત્રંગના વણખુંટા ખાતે સેવાસેતૂ કાયઁકમ યોજાશે.
૧૧ ગામના લોકોના સરકારી તંત્રને લગતા પ્રશ્ર્નોના ધંરઆગણે નિકાલ થશે.

રાજય સરકાર થકી પ્રજાજનોની વ્યકિતગત રજૂઆતોના સ્થળ પર નિકાલ માટેના અભિનવ પ્રયોગ "સેવાસેતૂ" ના ૧૦મા તબક્કાની શરૂઆત તા.૧૭મીને મંગળવાર ના રોજ થી થઈ રહી છે. ત્યારે નેત્રંગ તાલુકાના વણખુંટા ખાતે યોજાનાર આ સેવાસેતૂ કાયઁકમ ને લઇને નેત્રંગ મામલતદાર કચેરી તેમજ સમગ્ર વહીવટી તંત્ર થકી તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
નેત્રંગ મામલતદાર રીતેશ બી કોકણીના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર થકી શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના ના લોકોના ધર આંગણે જ પશ્રનો ના નિકાલ થાય તે માટે દસમા તબક્કા ના આ તાલુકા કક્ષાનો સેવાસેતૂ કાયઁકમ નેત્રંગ તાલુકાના વણખુંટા ગામે તા ૧૭મીના રોજ આશ્રમશાળા ખાતે સવારના નવ વાગ્યા થી શરૂ થશે જેમા વણખુંટા વિસ્તારમા આવતા (૧) વાંકોલ (૨) પાડા (૩) મચામડી (૪) કાકરપાડા (૫) મુંગજ (૬)વણખુંટા (૭) ડેબાર (૮) સજણવાવ (૯) ઉમરખરડા (૧૦) ધોલેખામ (૧૧) કોલીયાપાડા.
ઉપરોક્ત ગામ્ય વિસ્તારના લોકોના આધારકાર્ડ ,રેશનકાર્ડ,આરોગ્ય વિભાગ ને લગતી કામગીરી,આવકના દાખલા,જાતિ,કિમિલેયર,ડોમીસાઇલ,સટીઁફેકેટના ફોર્મ,નવા વિજ જોડાણ,સહિતના વિવિધ વિભાગોની ૫૫ જેટલી સેવાઓનો લાભ સેવાસેતૂ સ્થળે જ નાગરિકોને કમઁયોગીઓ દ્રારા આપવામાં આવશે જેનો લાભ લેવા નેત્રંગ મામલતદાર રીતેશ બી કોકણી જણાવે છે.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.