સોમનાથ ડિમોલિશન મુદ્દે SCએ ગુજરાત સરકારને ખખડાવી:આદેશ અવગણશો તો ઓફિસરોને જેલ જ નહીં, મિલકતો ફરી બનાવવા આદેશ આપીશું, બુલડોઝર એક્શનનો જવાબ માગ્યો
સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે જો ગુજરાતમાં અધિકારીઓએ બુલડોઝરની કાર્યવાહી અંગેના તેમના આદેશની અવગણના કરી છે, તો અમે તેમને માત્ર જેલમાં જ મોકલીશું નહીં, પરંતુ તેમને તમામ મિલકતો ફરીથી બનાવવાનો આદેશ પણ આપીશું. આ વાત જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે કહી હતી. ખંડપીઠે ગુજરાતમાં સોમનાથ મંદિર નજીક ગેરકાયદે બાંધકામો પર 28 સપ્ટેમ્બરના રોજ લેવાયેલી બુલડોઝરની કાર્યવાહી સામે અવમાનનાની અરજીની સુનાવણી કરી રહી હતી. અરજીમાં સમગ્ર પટણી મુસ્લિમ જમાતે સુપ્રીમ કોર્ટના 17 સપ્ટેમ્બરના આદેશના ઉલ્લંઘન સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. આ સમયગાળા દરમિયાન મુસ્લિમ ધાર્મિક અને રહેણાક સ્થાનો જેમનાં હતાં એ રીતે રાખવાની માગને નકારી કાઢવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે ગુજરાત સરકાર પાસેથી જવાબ માગ્યો છે. આગામી સુનાવણી 16 ઓક્ટોબરે થશે. સોમનાથ મંદિરથી 340 મીટર દૂર ઘરો અને દરગાહ બનાવ્યાં હતાં
પટણી મુસ્લિમ જમાતના વકીલ સંજય હેગડેએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે આદેશ છતાં ગુજરાતમાં અધિકારીઓએ બુલડોઝરની કાર્યવાહી કરી હતી. અહીં 57 એકર વિસ્તારમાં આવેલી લગભગ 5 દરગાહ, 10 મસ્જિદ અને મુસ્લિમ સમુદાયનાં 45 ઘર પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સોલિસિટર જનરલ તુષાર મહેતા, ગુજરાત સત્તાવાળાઓ તરફથી હાજર થતાં જણાવ્યું હતું કે આ બાંધકામો સમુદ્રને અડીને આવેલાં છે અને સોમનાથ મંદિરથી લગભગ 340 મીટર દૂર છે. અરજદારની દલીલો બચાવ પક્ષની દલીલો સમગ્ર દેશમાં થઈ રહેલી બુલડોઝરની કાર્યવાહી અંગે નિર્ણય અનામત
દેશભરમાં થઈ રહેલી બુલડોઝર કાર્યવાહીના કેસમાં સુપ્રીમ કોર્ટે 1 ઓક્ટોબરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ વિશ્વનાથનની ખંડપીઠે કહ્યું હતું કે નિર્ણય ન આવે ત્યાં સુધી દેશભરમાં બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટે હજુ સુધી નિર્ણયની તારીખ નક્કી કરી નથી. જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ગેરકાયદે અતિક્રમણ હટાવવા પર કોઈ પ્રતિબંધ નહીં હોય. રોડ હોય, રેલવેલાઈન હોય, મંદિર હોય કે દરગાહ હોય, ગેરકાયદે અતિક્રમણ ચોક્કસપણે હટાવવામાં આવશે. અમારા માટે જાહેર સલામતી પ્રાથમિકતા છે. બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટમાં છેલ્લી 4 સુનાવણીમાં શું થયું?
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.