તલોદમાં સગીરા પર પિતા-ભાઇ અને મિત્રએ બળાત્કાર ગુજાર્યો
*તલોદમાં સગીરા પર પિતા-ભાઇ અને મિત્રએ બળાત્કાર ગુજાર્યો*
*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*
તલોદ શહેરમાં રહેતી એક પરપ્રાંતિય સગીરા પર તેના પિતા અને ભાઈ તેમજ સગીરાના મિત્રએ બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવવાના મામલે પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે સગીરા ઉપર બળાત્કાર ગુજારનાર નરાધમ પિતા, ભાઈ અને સગીરાના મિત્રની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે મોકલી આપ્યા છે. બીજી તરફ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સગીરાનુ તબીબી પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ.આ અંગે વધુ માહિતી આપતા હિંમતનગર ડીવાયએસપી એ.ટી. પટેલે જણાવ્યું હતુ કે, તલોદ શહેરમાં વર્ષોથી રહેતા એક પરપ્રાંતિય પરિવારની સગીર દીકરી ઉપર તેના પિતા તેમજ ભાઈ અને સગીરાના મિત્રએ દાનત ખરાબ કરી અવારનવાર બળાત્કાર ગુર્જાયા હતા. જેની જાણ તેની માતાને થતા સગીરાની માતાએ તલોદ પોલીસને જાણ કરી હતી. જે અંગે તલોદ પોલીસે સગીરાના પિતા, ભાઈ અને તેના મિત્ર સામે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન સગીરાના પિતા દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાનું તેમજ સગીર દીકરી ઉપર શહેરના અલગ અલગ વિસ્તારમાં જઇ દુષ્કર્મ આચર્યુ હોવાનુ માલૂમ પડ્યુ હતુ. જેથી પોલીસે બળાત્કારની ઘટનામાં સંડોવાયેલા સગીરાના પિતા તેના ભાઈ તથા અન્ય સગીરાનો મિત્ર મળી કુલ ત્રણ જણાની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી.
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.