શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ખાતે IQAC અંતર્ગત NEP- 2020 અંગેનો સેમિનાર યોજાયો - At This Time

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ખાતે IQAC અંતર્ગત NEP- 2020 અંગેનો સેમિનાર યોજાયો


ગોધરા,
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સાયન્સના કુલાધિપતિ શ્રી પ્રો. ડી પી સિંઘ કે જેઓ બનારસ હિંદુ યુનિવર્સિટી, દેવી અહલ્યાબાઈ યુનિવર્સિટી ઇન્દોર સહિતની ત્રણ યુનિવર્સિટીમાં કુલપતિ રહી ચૂક્યા છે તેઓનું IQAC અંતર્ગત એક દિવસીય સેમિનાર કે જેનો વિષય હતો ..."એન. ઈ. પી. - 2020 સ્ટ્રેટેજીસ ફોર ઇટ્સ ઇમ્પલીમેન્ટેશન એન્ડ ચેલેન્જીસ" માં મુખ્ય વક્તા તરીકે શાનદાર વક્તવ્ય આપી ભારતીય જ્ઞાનના આધારે ભારતના સર્વાંગી વિકાસની માહિતી આપી હતી.
આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ એ મહેમાન શ્રી નું શાબ્દિક સ્વાગત કરી પંચમહાલ જિલ્લાની વિશેષતા અને યુનિવર્સિટીએ ટૂંકા ગળામાં કરેલી સિદ્ધિઓની જાણકારી આપી હતી. IQAC ડાયરેક્ટર પ્રો. સુરેન્દ્રસિંહ ગોહિલે સેમિનારની પૂર્વભૂમિકા મૂકી હતી. સેમિનારમાં યુનિવર્સિટીના વિવિધ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષશ્રીઓ, ફેકલ્ટી મેમ્બર્સ, વિવિધ કોલેજના પ્રિન્સિપાલ શ્રીઓ ,અધ્યાપકો સહિત વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.