તાલુકામાં ૧૨ જેટલા વિજપોલ પવનના કારણે જમીન દોસ્ત થયાં તો અમૃતપુરા ગામે ડીપી જમીન ધ્વસ્ત થઈ હતી... - At This Time

તાલુકામાં ૧૨ જેટલા વિજપોલ પવનના કારણે જમીન દોસ્ત થયાં તો અમૃતપુરા ગામે ડીપી જમીન ધ્વસ્ત થઈ હતી…


વિરપુર તાલુકાને વાવાઝોડાએ ધમરોળ્યુ,આસપુર અને ખરોડમા કરા સાથે ધોધમાર વરસાદ તો સુકા ઘાસચારો તેમજ ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાનીની ભીતી...

મહિસાગર જીલ્લાના પંથકોમા આકાશમાંથી અગનઝવાળા રૂપી કાળઝાળ ગરમીના ધોમધમતા વાતાવરણ વચ્ચે ફરી એકવાર કુદરતે મીજાજ બદલ્યો હતો જીલ્લાના સરહદી વિસ્તારમાં સર્જાયેલા સાયકલોન સરકયુલેશનની અસરને કારણે મહિસાગર જીલ્લાના પંથકોમા બપોર બાદ વાદળછાયા વાતાવરણની સાથે સાંજે ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડતા જીલ્લો જાણે ધૂળની ડમરીઓમાં લપેટાઈ ગયો હોય તેવો માહોલ જોવા મળ્યો અને સાથે કરા સાથે વરસાદ પણ વરસ્યો હતો ત્યારે વિરપુર તાલુકાના આસપુર, ભાટપુર અને ખરોડ સહિતના પંથકોમાં સોમવારે બપોરબાદ વાદળછાયુ વાતારવણ સર્જાયા બાદ અચાનક વાતારણમાં પલટો આવ્યો હતો કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા સાથે કાળજાળ ગરમી પડી હતી ત્યારબાદ સાંજના ૪ વાગ્યાની આસપાસ સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું ત્યારબાદ વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના સમયે એકાએક વિજળીના કડાકા ભડાકા સાથે કરા સાથે વરસાદ ખાબક્યો હતો જેના કારણે ગરમીથી રાહત મળી હતી તો બીજી તરફ કમોસમી વરસાદ પગલે તાલુકામાં ૧૨ જેટલા વિજપોલ નુકશાન થયું છે ત્યારે ખેડૂતોના બાજરી,જુવાર,મંગ, મગફળી,સુડીયુ જેવા પાકોને ભારે નુકશાન થયું હતુ હજુ પણ વરસાદી માહોલ જોતા વરસાદ પડે તો તૈયાર થયેલો પાક સંપુર્ણ નિષ્ફળ જવાની ભિતિ સેવાઈ રહી છે...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.