15 દિવસમાં જી હજૂરિયા કરતા, જન્મદિવસ પર ફોટો મૂકતા અને મોટા આકાઓને હાથ જોડતા લોકોને RMCમાં હોદ્દેદારો બનાવ્યાનો ઉલ્લેખ
રાજકોટ શહેર ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે અને મનપાના પદાધિકારીઓની નિમણૂક બાદ આજે વધુ એક કવિતાકાંડ સામે આવ્યો છે. આજે વધુ એક પત્રિકા વાઇરલ થઈ છે, જેમાં પરિશ્રમ અને સંનિષ્ઠ કાર્યકર્તાઓને હોદ્દાને બદલે ગોડફાધરોની પ્રશંસા કરે તેવા લોકોને હોદ્દા મળતા હોવાનો કવિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે છેલ્લા 15 દિવસમાં જી હજૂરિયા કરતા અને જન્મદિવસ પર ફોટા મૂકવા અને મોટા આકાઓને હાથ જોડતા લોકોને હોદ્દા મળતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.