જૂનાગઢ પોલીસે ખોવાયેલો મોબાઈલ મૂળ માલિકને પરત કર્યો - At This Time

જૂનાગઢ પોલીસે ખોવાયેલો મોબાઈલ મૂળ માલિકને પરત કર્યો


જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારાજૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ પ્રજાનો મિત્ર છેએ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ

આજરોજ તા. 02/08/2022 ના રોજ સવારે 10:00 વાગ્યાના આજુબાજુ ટ્રાફિક પીએસઆઈ પી.જે.બોદર,હે.કો. આર.જે.સિસોદિયા, ટ્રાફિક બ્રિગેડ વાઘાણી ભાવિનભાઈ, અમરેલીયા પાવનભાઈ, વાઢેર શૈલેષભાઈ, સહિતની ટીમ રેલવે સ્ટેશન ચોક ખાતે વાહન ચેકિંગ માં હતા, ત્યારે વાહન ચેકીંગ દરમ્યાન રોડ પરથી એક Samsung કંપનીનો મોબાઇલ મળેલ હતો. જે હકીકત માલુમ પડતા, તે મોબાઇલ વસંતભાઈ વલ્લભભાઈ જાદવ રે. પટેલ સમાજ પાસે, જાંજરડા રોડ, જુનાગઢનો હોવાનું જાણવા મળેલ હતું. મોબાઈલ અંગેની વિગત જાણવા મળતા, મોબાઈલના માલિક વસંતભાઈ વલ્લભભાઈ જાદવને ટ્રાફિક ઓફીસે બોલવામાં આવેલા હતા. તેમની પૂછપરછ કરી, મોબાઈલ બાબતે ખાત્રી કરી અને વસંતભાઈને આ મોબાઈલ પરત કરેલ છે. મોબાઈલ ધારક વસંતભાઈ વલ્લભભાઈ જાદવ દ્વારા જુનાગઢ પોલીસ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. પોતાને પોલીસનો આવો અલગ અનુભવ પહેલીવાર થવાનું જણાવી, મોબાઈલ ધારક વસંતભાઈ ભાવવિભોર થયા હતા અને ટ્રાફિક ઓફીસ ખાતે લાગણી સભર દૃશ્યો સર્જાયેલ હતા

જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીદ્વારા મદદ કરવાના કારણે , સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.