કોમર્સમાં ફાઈનલ રજિસ્ટ્રેશન શરૃ આર્ટસ પ્રવેશ માટે આજથી શરૂ થશે
અમદાવાદગુજરાત યનિવર્સિટી
દ્વારા અંતે યુજી આર્ટસ અને યુજી કોમર્સ માટે
પ્રવેશ પ્રક્રિયા જાહેર કરી દેવાઈ છે. જે મુજબ કોમર્સ માટે આજથી ફાઈનલ રજિસ્ટ્રેશન
અને મોક રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ શરૃ કરી દેવાયુ છે. જ્યારે આર્ટસ એટલે કે બી.એ માટે
આવતીકાલે ૨૧મીથી ફાઈનલ રજિસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ શરૃ થશે. ધો.૧૨
સામાન્ય પ્રવાહ પછીના બી.કોમ,બીબીએ, બીસીએ અને
એમએસસી આઈટી ઈન્ટિગ્રેડ,એમબીએ ઈન્ટિગ્રેટેડ તેમજ આ વર્ષે નવા
સમાવેશ કરાયેલા યુનિ.ભવનોના નવા ઈન્ટિગ્રેેટેડ કોર્સીસમા ધો.૧૨ કોમર્સના પરિણામના
આધારે પ્રવેશઅપાય છે. જેમાં બી.કોમની ૬૪ કોલેજોની, બીબીએની
૧૨ કોલેજો અને બીસીએની ૧૮ કોલેજોની તેમજ ઈન્ટિગ્રેટેડ કોર્સની મળીને ૨૩૦
કોલેજો-ડિપાર્ટમેન્ટની ૪૦ હજારથી વધુ બેઠકો છે.જેની ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ
પ્રક્રિયા અંતર્ગત ક્વિક રજિસ્ટ્રેશન શરૃ કરાયા બાદ આજે ૨૦મીથી ફાઈનલ રજિસ્ટ્રેશન
શરૃ કરી દેવાયુ છે.જેમાં વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન ફી ઓનલાઈન ભરવાની રહેશે. ક્વિક
રજિસ્ટ્રેશનમાં ૪૦ હજાર વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. ફાઈનલ
રજિસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ ૨૮મી જુન સુધી ચાલશે. ચોથીએ પ્રોવિઝનલ મેરિટ જાહેર થશે તેમજ
૧૨મીએ ફાઈનલ મેરિટ અને મોક રાઉન્ડનું
પરિણામ જાહેર થશે. ૧૨ જુલાઈથી ૧૩ જુલાઈ સુધી પ્રથમ રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ
થશે.પ્રથમ રાઉન્ડનું પરિણામ ૧૫ જુલાઈએ જાહેર થશે. જેમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીએ
૧૮મી સુધીમાં ફી ભરી દેવાની રહે અને ૧૯મી જુલાઈ સુધી કોલેજ ખાતે ડોક્યુમેન્ટ જમા
કરાવી રિપોર્ટિંગ કરવાનું રહેશે.૨૦મી જુલાઈથી કોમર્સ કોલેજો-ઈન્ટિગ્રેટેડ
કોર્સીસમાં શિક્ષણ કાર્ય-પ્રથમ સત્ર શરૃ થશે.કોમર્સમાં ગત વર્ષે આઠ રાઉન્ડ બાદ પણ
ચારથીપાંચ હજાર બેઠકો ખાલી રહી હતી.જ્યારે ધો.૧૨
સામાન્ય પ્રવાહ પછીના બેચલર ઓફ આર્ટસ (બી.એ)કોર્સ માટેની કેન્દ્રિય પ્રવેશ
પ્રક્રિયા આવતીકાલે ૨૧મીથી શરૃ થનાર છે.જેમાં ૨૧થી૨૭ જુન સુધી રજિસ્ટ્રેશન અને
ચોઈસ ફિલિંગ થશે અને ઓનલાઈન ફી ૧૨૫ રૃપિયા ભરવાની રહેશે. ૫મી જુલાઈએ પ્રોવિઝનલ
મેરિટ અને ૭મી જુલાઈએ ફાઈનલ મેરિટ જાહેર થશે અને પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ
જાહેર થશે. ૮થી૧૧ જુલાઈ સુધીમાં વિદ્યાર્થીએ પ્રવેશ કન્ફર્મ કરવા ઓનલાઈન ફી ભરવાની
રહેશે અને કોલેજ ખાતે ડોકયુમેન્ટ સાથે રિપોર્ટિંગ કરવાનું રહેશે. ૧૩ જુલાઈએ
રિશફલિંગ રાઉન્ડની જાહેરાત થશે. આર્ટસમાં
૪૧ કોલેજોની ૧૭૮૮૪ બેઠકો છે અને જેમાં શહેરની ૨૬ કોલેજોની ૧૧૧૭૪ અને
ગ્રામ્યની ૧૫ કોલેજોની ૬૭૧૦ બેઠકો છે.ગત વર્ષે બે હજાર જેટલી બેઠકો ખાલી રહી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.