ધોલેરા આકારણી રજિસ્ટરો 15 દિવસમાં ગ્રામપંચાયત માં રજૂ કરવા મંગળવારના રોજ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ અને ગ્રામજનોએ ટી.ડી.ઓ., મામલતદાર અને પી.એસ. આઈને રજૂઆત કરાઈ.
અમદાવાદ જીલ્લા ના ધોલેરા આકારણી રજિસ્ટરો 15 દિવસમાં ગ્રામપંચાયત માં રજૂ કરવા મંગળવારના રોજ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ અને ગ્રામજનોએ ટી.ડી.ઓ., મામલતદાર અને પી.એસ. આઈને રજૂઆત કરાઈ.
ભુમાફિયાઓ મસમોટા કૌભાંડ કરી બેઠા હોવાની આશંકાને પગલે ગ્રામજનો મેદાનમાં ઉતર્યા.
અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR) જાહેર કરાતાં વિદેશી કંપનીઓ રોકાણ કરી રહી છે. જેના પગલે જમીનોના
ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે ગ્રામ પંચાયતના સન.1968 થી 2012 સુધીના આકારણી રજિસ્ટ્રો ગુમ થતાં વેધક સવાલો ઉઠ્યા છે. ત્યારે ભુમાફિયાઓ મસમોટા કૌભાંડ કરી બેઠા હોવાની આશંકાએ ગુમ થયેલા રજિસ્ટ્રરો 15 દિવસમાં ગ્રામપંચાયતમાં રજૂ કરવા મંગળવારના રોજ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ અને ગ્રામજનોએ ટી.ડી.ઓ., મામલતદાર અને પી.એસ. આઈને રજૂઆત કરી હતી. જો રજિસ્ટ્રરો રજૂ નહીં કરાય તો રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે.
અમદાવાદ જીલ્લા ના ધોલેરા ગ્રામ પંચાયતના 1968 થી 2012 સુધી આકારણી રજીસ્ટરો તલાટીને ચાર્જમાં મળ્યા નથી તેના લીધે લોકોને વર્ષો પહેલા બાપ દાદાની મિલકતની કોઈ પણ પ્રકારની માહિતી મળતી નથી તેમજ આ રજીસ્ટર મસમોટા કૌભાંડ આચરવા ભુમાફિયાઓ દ્વારા ગુમ કરાયાની ગ્રામજનો દ્વારા શંકા વ્યક્ત કરાઇ છે. આ અંગે મામલતદાર કે.બી.ચાંદલીયાએ જણાવ્યું હતું કે. આ પ્રશ્ન તાલુકા પંચાયત કક્ષાનો હોવાથી હું તાત્કાલીક ટીડીઓને મોકલી આપીશ અને વહેલી તકે પ્રશ્ન હલ થાય તે માટે જરૂરી સુચનાઓ અપાશે.
યોગ્ય તપાસ કરી વહેલી તકે પ્રશ્ન હલ કરીશું, કચેરીમાં રેકર્ડ રજૂકરાશે પોલેરા તાલુકા કોંગ્રેસ સમિતિ અને ગામ લોકો દ્વારા ગ્રામ પંચાયતના આકારણી રજીસ્ટર ગુમ થવા મુદ્દે રજૂઆત કરાઈ છે. તેમજ રજુઆતને ધ્યાને લઈ તપાસ કરી વહેલી તકે કે આ રજીસ્ટર મેળવી ગામ પંચાયત કચેરી ખાતે રજૂ કરી દેવામાં આવશે. 9 ડી.જી. પટેલ, તાલુકા વિકાસ અધિકારી, ધોલેરા
અઢી વર્ષથી રજૂઆતકરીએ છીએ
ધોલેરા ગ્રામ પંચાયતનું અગત્યનુ આકારણી રજીસ્ટર ક્યા છે? કોણ લઈ ગયુ છે? અને પરત ગ્રામ પંચાયતમાં રજૂ કરવા માટે તંત્રને વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં કોઈ પત્તો મળ્યો નથી ત્યારે જો આ રજીસ્ટરો 15 દિવસમાં ગ્રામ પંચાયતમાં પરત નહી આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. ધર્મેન્દ્રસિંહ ચુડાસમાં, ઉપપ્રમુખ, ધોલેરા તાલુકા કોંગ્રેસ સમતિ.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.