રાજકોટ હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી ચોરીના બે મોટરસાઈકલ પકડી પાડતી કુવાડવા રોડ પોલીસ. - At This Time

રાજકોટ હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી ચોરીના બે મોટરસાઈકલ પકડી પાડતી કુવાડવા રોડ પોલીસ.


રાજકોટ શહેર તા.૧૭/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી ગુન્હા અટકાવવા તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે જેવા અનડીટેક્ટ ગુન્હાઓને શોધી કાઢવાનું અને વધુમા વધુ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, જે અન્વયે P.I એન.જી.વાઘેલા બી.ડીવીઝન પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના સ્ટાફના હિતેષભાઇ કોઠીવાળ, હરેશભાઇ સારદીયા, સંદીપભાઇ અવાડીયા તથા હોમગાર્ડ હિતેષભાઇ માલકીયા પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગ દરમ્યાન હિતેષભાઈ કોઠીવાળ તથા સંદીપભાઇ અવાડીયા નાઓને ખાનગીરાહે હકીકત મળેલ કે નવાગામ મેઇન રોડ, નકલંક હોટેલ પાસે, જૂના કૂવાડવા પોલીસ સ્ટેશનની પાછળ, રાજકોટ ખાતે એક ઇસમ ચોરાઉ બે મોટરસાયકલ સાથે ઉભેલ હોવાની હકીકત મળતા ખાનગી બાતમી હકિકતના આધારે આરોપીને બે ચોરાઉ મોટરસાયકલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. હીરાલાલ સુગ્રીવ ગૌતમ જાતે-અનુ.જાતી ઉ.૩૦ રહે. મામાવાડી ઠાકરબાપાના મંદીર પાસે નવાગામ આણંદપર જી.રાજકોટ મુળ-ઉઢર પુરવા ગામ, રાજ્ય-ઉતરપ્રદેશ, રાજકોટ શહેર કુવાડવા પો.સ્ટે. BNS કલમ-303(२) કબ્જે કરેલ મુદ્દામાલ:- હીરો કંપનીનુ સીડી ડીલક્સ મોટરસાઈકલ કિ.રૂ.૧૫,૦૦૦ (૨) એક હોંડા કંપનીનુ એકટીવા મોટરસાઈકલ RTO માન્ય રજીસ્ટર નં.GJ-03-JP-7765 વાળાની કિ.રૂ.૨૫,૦૦૦ ગણી કુલ કિ.રૂ.૪૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.