ધનતેરસે જ સોની બજારમાં ત્રણ વેપારી પર GST નાં દરોડા - At This Time

ધનતેરસે જ સોની બજારમાં ત્રણ વેપારી પર GST નાં દરોડા


આજરોજ બરોબર ધનતેરસનાં દિવસે જ સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રાજકોટની સોની બજારમાં કરચોરી અંગે દરોડા પડાતા સોની વેપારીઓમાં ભારે ફફડાટ સાથે ચકચાર ફેલાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજરોજ સોની બજારમાં એક તરફ ધનતેરસની શુકનવંતી ધૂમ ખરીદીનો માહોલ છે. બરોબર ત્યારે જ જીએસટી વિભાગે સોની બજારમાં આજે સવારથી દરોડા કરતા ઝવેરીઓમાં ભારે કચવાટની લાગણી ફેલાઇ છે.
વેપારીઓનાં કહેવા મુજબ આજરોજ એક તરફ શુકનવંતી ખરીદીનો માહોલ છે. ત્યારે જ તંત્રએ દરોડાની કાર્યવાહી કરી છે. આથી વેપારી વર્ગ નારાજ છે.
દરમ્યાન સૂત્રોમાંથી મળી રહેલી વિગતો મુજબ આજરોજ જીએસટી વિભાગે સોની બજારનાં વેપારીઓ જે.કે. અને આર.કે. સહિતની ત્રણ સોની પેઢીઓ ઉપર દરોડા કરી સવારથી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.
જીએસટી વિભાગનાં ઉચ્ચ અધિકારીઓનાં જણાવ્યા મુજબ આજરોજ શહેરની સોની બજારમાં અમુક વેપારીઓ કાચીચિઠ્ઠી ઉપર વેંચાણ કરી, કરચોરી કરતા હોવાની બાતમી તંત્રને મળી હતી. આથી જીએસટી વિભાગે ત્રણ સોની વેપારી પેઢી ઉપર દરોડા પાડી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સોની બજારમાં કઇ પેઢી ઉપર દરોડા કરાયા છે તે અંગે જીએસટીનાં જવાબદાર અધિકારીઓએ મૌન સેવી લીધું હતું અને અત્યંત ગુપ્તતાપૂર્વક તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.