હિંમત હાઇસ્કુલ, હિંમતનગરમાં વાલી મીટીંગ યોજાઇ - At This Time

હિંમત હાઇસ્કુલ, હિંમતનગરમાં વાલી મીટીંગ યોજાઇ


શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગરમાં વાલી મીટીંગ યોજાઇ.....
તારીખ 15 જુન, શનિવારના રોજ શાળામાં નવો પ્રવેશ મેળવેલા ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ અને વાલીઓની મીટીંગ યોજાઇ. જેમાં મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા. શાળાના આચાર્યશ્રી એસ.એસ.પટેલ એ વિદ્યાર્થીઓને ઉપયોગી ખૂબ જ સુંદર વક્તવ્ય આપ્યું તેમજ તેમની કારકિર્દી વિશે માહિતી આપી. કેટલાક વાલી મિત્રોએ પોતાની મુશ્કેલી જણાવી અને સૂચનો પણ કર્યા. વિજ્ઞાન પ્રવાહના તમામ શિક્ષક મિત્રો હાજર રહ્યા. મિટિંગનું સંચાલન શ્રી પી.જે.મહેતાએ કર્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.