ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બાંભણીયા ગામે ચેકડેમનું ખાતમુહુર્ત. - At This Time

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બાંભણીયા ગામે ચેકડેમનું ખાતમુહુર્ત.


ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બાંભણીયા ગામે ચેકડેમનું ખાતમુહુર્ત.

અમરેલી જીલ્લાના કુકાવાવ તાલુકાના બાંભણીયા ગામમાં સંપૂર્ણ લોકભાગીદારીથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ડેમ વિશાળ થવાથી ખૂબ ઊંડો થશે અને ખૂબ પાણી ભરાશે તેનાથી આજુબાજુના જમીનના તળમાં પાણીના લેવલ ઊંચા આવશે અને તે સ્તર ના પાણી ઊંચા લેવલ આવવાથી ખેતીમાં ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે. અને મીઠા પાણીથી ઉત્પાદનમાં પણ વધારો થશે વરસાદનું પાણી સંગ્રહ થવાથી જીવસૃષ્ટિ ની રક્ષા થશે અને પર્યાવરણનું જતન થશે.
અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરેલ તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ અને જમીનની અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. તેમજ ૧૧,૧૧૧ રીચાર્જ બોર કરવાનો પણ સંકલ્પ કરેલ છે.અમરેલી જિલ્લાના બાંભણીયા ગામના સરપંચ શ્રી લાલજીભાઈ ભુવા દ્વારા ગામના ખેડૂતો અને ગામના ઉદ્યોગપતિ શહેરમાં વસે છે, તે બધા સાથે મળી અને ગામની ખેતીમાં ઉત્પાદનમાં વધારો કરવા અને સૃષ્ટિના સર્વે જીવોની રક્ષા માટે લોક ફાળો એકઠો કરી અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદનું પાણી રોકવાના અભિયાનનમા જોડાઈ અને ચેકડેમનું નિર્માણ કરવામાં આવશે જેનાથી ઝડપી પાણી પ્રશ્ન હલ થશે એવું જણાવેલ.દરેક લોકો વરસાદી પાણીને સોના કરતા પણ કિંમતી સમજીને, આ કાર્યમાં જોડાઈ જવું જોઈએ, કારણ કે આજે નહીતો કાલે વરસાદી પાણી બચાવ્યા વિના ચાલશે જ નહિ. તો દરેક લોકોએ વરસાદી પાણીને યોગ્ય જતન કરવા વધુમાં વધુ પાણીને જમીનમાં ઉતરે તેના માટે ચેકડેમ બનતા હોઈ તેમાં જોડાવવું જોઈએ, અને વરસાદી પાણીના ટાંકા બનાવીને બોર રિચાર્જ કરવા જોઈએ.આ મિટિંગ માં ઉપસ્થિત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, રમેશભાઈ જેતાણી, સરપંચશ્રી ચંદ્રિકાબેન લાલજીભાઈ ભુવા, લાલજીભાઈ ભુવા, અમરેલી જીલ્લાના કન્વીનર અરવિંદભાઈ લાવડીયા, રમેશભાઈ ગજેરા, રમેશભાઈ ધાનાણી, જયસુખભાઈ ગજેરા, વજુભાઈ ડોબરીયા, ચંદુભાઈ ડોબરીયા, કિરીટભાઈ ગજેરા, પ્રફુલભાઈ ગજેરા, વસંતભાઈ પદમાણી, ચિરાગભાઈ બોઘાણી, જેન્તીભાઈ બોઘાણી, રણછોડભાઈ પાનસુરિયા, સુરેશભાઈ વસાણી, જીતુભાઈ ટાઢાણી, દિલીપભાઈ જોષી, ચંદુભાઈ બોઘાણી, રમેશભાઈ ગજેરા, દિનેશભાઈ વોરા, દિનેશભાઈ પાનસુરિયા, મગનભાઈ ટાઢાણી, તેમજ સમસ્ત ગ્રામજનો હાજર રહયા હતા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image